Western Times News

Gujarati News

ગોવાના કુલ વયસ્કના ૫૦ ટકાનું પૂર્ણ રસીકરણ થયું

પણજી, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એક મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે ગોવાના કુલ વયસ્ક વસતીના ૫૦ ટકા ભાગનુ પૂર્ણ રસીકરણ થઈ ગયુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સપ્તાહ પહેલા જ ગોવાના પૂર્ણ વયસ્ક વસતીનુ ટીકાકરણનો એક ડોઝ પૂરો થવાની શુભકામનાઓ આપી હતી. ગોવામાં સમગ્ર વસતીના ૧૦૦ ટકા વસતીને કોવિડ-૧૯ વેક્સિનના ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચૂક્યો છે.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ટ્‌વીટ કરીને ગોવાના કુલ પુખ્ત વસતીના ૫૦ ટકા લોકોને પૂર્ણ રસીકરણ થયાની જાણકારી આપી. તેમણે પોતાની ટ્‌વીટમાં કહ્યુ કે ગોવામાં ૫૦ ટકા પુખ્ત લોકોને હવે ૨ ડોઝની સાથે સમગ્ર રીતે રસીકરણ કરાવ્યુ છે. આ કાર્યમાં સહયોગ કરવા માટે તમામ ગોવાવાસીઓનો ધન્યવાદ અને શુભકામનાઓ આપી. અમારા નિરંતર પ્રયાસથી જલ્દી જ રાજ્યમાં તમામનુ પૂર્ણ ટીકાકરણ થઈ જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮ સપ્ટેમ્બરે વર્ચુઅલ સંવાદ દરમિયાન ગોવાના હેલ્થ કેર વર્કસ, ડોક્ટર્સ, નાગરિક અને ત્યાંની સરકારને રાજ્યમાં ૧૦૦ ટકા પુખ્ત વસતીને ઓછામાં ઓછા કોવિડ-૧૯ વેક્સિનનો એક ડોઝ લેવા પર શુભકામનાઓ આપી હતી. વડા પ્રધાને પોતાના આ વર્ચુઅલ સંવાદમાં જાણકારી આપી હતી કે હિમાચલ પ્રદેશ બાદ ગોવા, ચંદીગઢ, લક્ષદ્વીપમાં કુલ યોગ્ય વસતીના ૧૦૦ ટકા ભાગને કોવિડ-૧૯ વેક્સિન લગાવાઈ ચૂકી છે. આ સિવાય સિક્કિમ, અંદમાન અને નિકોબાર, લદ્દાખ, કેરળ, ઉત્તરાખંડ અને દાદરા નગર હવેલી આ ઉપલબ્ધિ ઘણી જલ્દી પ્રાપ્ત કરી લેશુ.

અગાઉ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યુ હતુ કે અમે કુલ પુખ્ત વસતીના ૧૦૨ ટકા ભાગને કોવિડ-૧૯ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપ્યો છે. પ્રમોદ સાવંતે એ પણ જણાવ્યુ કે રાજ્ય ૩૧ ઓક્ટોબર સુધી પોતાના કુલ વયસ્ક વસતીનુ પૂર્ણ રસીકરણ કરી લેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.