Western Times News

Gujarati News

ગાંધીનગરના ભાજપના ૨૦૦ જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસની સાથે જાેડાયા

ગાંધીનગર,  ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી ૫ણ ચૂંટણી મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટી દ્વારા પૂરજાેશમાં પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લોકોનું સમર્થન પણ આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ વોર્ડમાં સભાના આયોજનો કરવામાં આવે છે.

આ સભાઓમાં લોકોનું ખૂબ જ સારું સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે. તો બીજી તરફ પક્ષ પલટુઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા હોય છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર સમયે જ ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના ૨૦૦ જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસની સાથે જાેડાયા છે.

રિપોર્ટ અનુસાર ગાંધીનગર પેથાપુર વોર્ડ નંબર ૨ના ભાજપના મહામંત્રી મહેશ ઠાકોર અને યુવા મોરચાના કારોબારી સભ્ય સાહિલ ઠાકોરની સાથે ભરત ઠાકોર, અનિલ ઠાકોર, રોહિત ઠાકોર, વિષ્ણુ ઠાકોર અને પ્રવિણ ઠાકોર સહિત ૨૦૦થી વધારે કાર્યકર્તાઓએ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ખેસ પહેર્યો છે.

આ તમામ કાર્યકર્તાઓ એ ભાજપમાં થતી અવગણનાથી નારાજ થઈને પક્ષ છોડ્યો છે. તમામ સભ્યો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને અન્ય નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં વિધિવત રીતે જાેડાયા હતા. ભાજપ માટે આ વખતે કોંગ્રેસની સાથે આદમી પાર્ટી પણ મોટો પડકાર છે. એટલે પ્રદેશના નેતાઓ દ્વારા ખાસ સૂચના સ્થાનિક આગેવાનોને આપવામાં આવી છે કે, તેમના વોર્ડમાં ગાડબુ ન પડે તેનું ધ્યાન રાખવું.

આમ આદમી પાર્ટીમાં જાેડતા પહેલા રણજીતસિંહ વાઘેલાએ પક્ષમાં થતી અવગણના બાબતે સોશિયલ મીડિયામાં એક મેસેજ પણ વાયરલ કર્યો હતો. તો થોડા દિવસ પહેલા રણજીતસિંહ વાઘેલાના દીકરા વિજયસિંહ વાઘેલાએ પણ સોશિયલ મીડિયાના મધ્યમથી ભાજપમાંથી તેનું રાજીનામું આપી દીધું હતું દીકરાના રાજીનામાં બાદ પિતાએ પણ ભાજપનો સાથ છોડીને આપનો ખેસ પહેર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.