Western Times News

Gujarati News

કોરોના મહામારી બાદ પણ લોકોની રોજગારી વધી: મોદી સરકારનો દાવો

નવીદિલ્હી, કોરોના પછી, બેરોજગારીથી ઘેરાયેલી કેન્દ્ર સરકાર હવે રાહતના મૂડમાં જાેવા મળી રહી છે. સોમવારે આવેલા ત્રિમાસિક રોજગાર સર્વે અનુસાર દેશમાં નોકરીઓ વધી છે. શ્રમ મંત્રાલયે નવ મુખ્ય ક્ષેત્રોમાં આ સર્વે હાથ ધર્યા છે. જ્યાં ૩.૦૮ કરોડ રોજગારીની તકો હતી. જેમાં છેલ્લા આઠ વર્ષની સરખામણીમાં ૨૯ ટકાનો વધારો થયો છે.

૨૦૧૩-૧૪માં આ ક્ષેત્રોમાં ૨.૩૭ કરોડ કામદારો હતા, ૨૦૨૧-૨૨ના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ૨૯ ટકાની વૃદ્ધિ, આ ક્ષેત્રોમાં ૩.૦૮ કરોડ લોકોને રોજગારી મળી હતી.

સર્વેમાં ઉત્પાદન, બાંધકામ, વેપાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, આવાસ અને હોટલો,આઇટી,બીપીઓ અને નાણાકીય સેવાઓના નવ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. ૨૦૧૩ ના આર્થિક અહેવાલ મુજબ, આ નવ ક્ષેત્રોમાં ૮૫ ટકા રોજગારી છે.

૨૦૧૩ ના ઇકોનોમિક રિપોર્ટની સરખામણીએ બિઝનેસ અને હાઉસિંગ-હોટલ સેક્ટરમાં રોજગારીમાં ઘટાડો દર્શાવ્યો હતં આઇટી,બીપીઓ.(૧૫૨ ટકા), આરોગ્ય (૭૭ ટકા), શિક્ષણ (૩૯ ટકા), ઉત્પાદન (૨૨ ટકા), પરિવહન (૬૮ ટકા) અને બાંધકામ (૪૨ ટકા) ક્ષેત્રોમાં રોજગારીમાં વૃદ્ધિ જાેવા મળી હતી.

તાજેતરના મહિનાઓમાં કેટલાક સર્વેક્ષણમાં રોજગાર કટોકટી દર્શાવવામાં આવી હતી. ખાનગી સંશોધન એજન્સી સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના જણાવ્યા અનુસાર, મે અને ઓગસ્ટ ૨૦૨૦ વચ્ચે ચાર મહિનાના લોકડાઉનમાં દેશની કુલ ૫૯ લાખ નોકરીઓમાંથી ૧૮૧ લાખ નોકરીઓ ગુમાવી હતી.

સર્વેમાં આ વર્ષે મે મહિનામાં માસિક બેરોજગારીનો દર ૧૧.૯ ટકા હતો. આમાંથી બેરોજગારી શહેરી વિસ્તારોમાં ૧૪.૭૩ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૦.૬૩ ટકા હતી. તે મહિનામાં ૧.૫ કરોડથી વધુ નોકરીઓ છૂટી ગઈ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.