Western Times News

Gujarati News

મોટાકોટડા તલાટીનો વિદાય સમારંભ યોજાયો

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ઇડર તાલુકાના મોટાકોટડા ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટીક્રમ/મંત્રીશ્રીની ફરજ બજાવતાં કુમારી સ્મિતાબેન આર. દેસાઇની બદલી થતાં મોટાકોટડા ગામના આગેવાનોશ્રી ગુણવંતભાઇ પંડ્યા, જગુભાઇ પટેલ, ચેલજીભાઇ પટેલ, રમણભાઇ વણકર વિગેરેની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો.

પૂર્વ કારોબારી અધ્યક્ષશ્રી કેશુભાઇ પી. પટેલે કુમારી સ્મિતાબેન આર. દેસાઇના વિદાયની શુભેચ્છાઓ શ્રીફળ અને મોમેન્ટ આવેલ કરી હતી. ગ્રામપંચાયત બોડી તરફથી સારા સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો. નવા તલાટીશ્રીએ ચાર્જ લીધો.

શ્રીમતી તેજલબેન દેસાઇએ તેમને સૌએ આવકાર્યો અને પંચાયના વિકાસના કામો આગળ ધપાવવા તેઓએ સૌને હૈયા ધારણા આપી હતી. ગ્રામજનો અને પંચાયત બોડીનો સહકાર હશે તેટલા કામો ઝડપથી ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણ ન્યાય આપવાની બાંહેધરી આપી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.