Western Times News

Gujarati News

સ્વીટ રિવોલ્યુશનઃ અમૂલ દ્વારા મધની રજૂઆત

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની પ્રોડકટસનુ વેચાણ કરતા અને સોથી મોટા ફૂડ પ્રોડકટ ઓર્ગેનાઈઝેશન તરીકે ગણના પામતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે (જીસીએમએમએફ) બજારમાં ‘મધ’ ની રજૂઆત કરી છે.

કેન્દ્ર સરકારના માનનિય કૃષિ પ્રધાન શ્રી નરેન્દ્ર સિંઘ તોમર, કેન્દ્ર સરકારના પશુપાલન અને  ડેરી ક્ષેત્રના પ્રધાન શ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્ર સરકારના માનનિય રાજયકક્ષાના પ્રધાન કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન શ્રી કૈલાશ ચૌધરી તથા રાજ્યકક્ષાનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન સુશ્રી શોભા કરંનદલજેએ નવી દિલ્હીથી “અમૂલ મધ” ની વર્ચ્યુઅલ રજૂઆત કરી હતી.

આ પ્રસંગે જીસીએમએમએફ ના ચેરમેન શ્રી શામળભાઈ બી. પટેલ, ઉપાધ્યક્ષ શ્રી વાલમજીભાઈ હુંબલ, બનાસકાંઠા દુધ સંઘ, બનાસ ડેરી, પાલનપુરના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની સાથે બનાસકાંઠા દૂધ સંઘના બોર્ડના ડિરેકટર્સ તથા જીસીએમએમએફના  મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ, સોઢી આ બેઠકમાં હાજર રહયા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય મધમાખી બોર્ડ અને રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ  હાજરી આપી હતી.

વર્ચ્યુઅલ રજૂઆત બેઠક પ્રસંગે શ્રી નરેન્દ્ર સિંઘ તોમરે, માનનિય વડાપ્રધાનનુ સ્વીટ રિવોલ્યુશનનુ  સપનુ આગળ ધપાવવાના માટેના  અમૂલના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રયાસોથી નાના અને સિમાંત ખેડૂતોની આવક નોંધપાત્ર પ્રમાણમાં સુધારવામાં સહાય થશે. હવે “અમુલ- ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા” મધુર બની ગયુ છે.

આ પ્રસંગે શ્રી પરષોત્તમ રૂપાલાએ ઉલ્લેખ કર્યો હતો કે અમૂલે વધુ એક વાર વિદેશમાં ગુણવત્તાની આકરી કસોટીમાંથી પાર ઉતરેલી પ્રોડકટની  રજૂઆત કરી છે.

શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે બનાસ ડેરીની સહકારી સંસ્થાના ખેડૂતોએ સખત પરિશ્રમ કરીને માનનિય વડાપ્રધાનનુ સપનુ સાકાર કરવા પ્રયાસ કર્યો છે. તેમણે ભારત સરકારને બનાસકાંઠા જીલ્લામાં આંતરાષ્ટ્રીયસ્તરની હની ટેસ્ટીંગ લેબ ઉપલબ્ધ કરવા અનુરોધ કર્યો હતો.

ડો. સોઢીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમૂલે મધ એકત્ર કરવામાં, પેકીંગમાં તથા માર્કેટીંગમાં તેના દૂધના વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરીને માનનિય વડાપ્રધાનનુ સ્વીટ રિવોલ્યુશનના અનુરોધને આગળ ધપાવવાનુ કામ કર્યુ છે. અમૂલે મોનોફલોરા (એક જ ફલાવર સોર્સ) ધરાવતા મધના ચાર પ્રકાર રજૂ કર્યા છે

જેમાં સરસવ, સૌંફ, તલ અને અજમાનો સમાવેશ થાય છે જે ન્યુક્લિયર મેગનેટિક રેસોનન્સ (NMR) ટેસ્ટેડ છે.  ખેડૂતોની આવક વધારવા માટે ભારત સરકારના અને નેશનલ બી બોર્ડના સક્રિય સહયોગથી મધુ ક્રાંતી હાંસલ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.