Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર: કોરોના કાળમાં ડૉક્ટરોની એકેડેમિક ફીને માફ કરવા સહિતની અનેક માંગ

પ્રતિકાત્મક

મુંબઈ, મહારાષ્ટ્રના ડૉક્ટરોએ રાજ્યભરમાં આજથી અનિશ્ચિતકાળની હડતાળનો ર્નિણય કર્યો છે. ડૉક્ટરોની માંગ છે કે કોરોના કાળમાં ડૉક્ટરોની એકેડેમિક ફીને માફ કરવામાં આવે. મહારાષ્ટ્ર સ્ટેટ અસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ અક્ષય યાદવે કહ્યુ કે અમારી પ્રાથમિક માંગ છે કે અમારી એકેડેમિક ફીને માફ કરવામાં આવે. હૉસ્ટેલની સ્થિતિ સુધારવામાં આવે, અહીં સ્થિતિ ઘણી ખરાબ છે.

ડૉક્ટરોનુ કહેવુ છે કે જ્યાં સુધી અમારી માંગો પૂરી નહિ કરવામાં આવે ત્યાં સુધી તે હડતાળ પર રહેશે. જાે કે હડતાળ દરમિયાન પણ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

પરંતુ ઓપડીમાં ડૉક્ટરો સેવા નહિ આપે. ડૉક્ટર અક્ષય યાદવે કહ્યુ કે અમને મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત માટે બોલાવ્યા છે જેથી તે અમારા મુદ્દા પર ચર્ચા કરી શકે. પરંતુ લેખિત આશ્વાસન ઈચ્છે છે અને અમે હજુ સુધી આ પ્રકારનો કોઈ પણ પત્ર મળ્યો નથી.

ડૉક્ટરોએ દેશના લોકો માટે પોતાનુ બધુ ત્યાગ કરી દીધુ. અમે કોવિડ વૉરિયર્સ માટે ન્યાય ઈચ્છીએ છીએ માટે અમે ર્નિણય કર્યો છે કે અમે અનિશ્ચિતકાળની હડતાળ પર જઈશુ.

ડૉક્ટરોની મુખ્ય માંગો જાેઇએ તો એકેડેમિક ફીને માફ કરવામાં આવે. હૉસ્ટેલની સ્થિતિને સુધારવામાં આવે, મહારાષ્ટ્રમાં હૉસ્ટેલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બીએમસી હૉસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સનુ ટીડીએસ ન કાપવુ જાેઈએ. આખા મહારાષ્ટ્રની સરકારી હૉસ્પિટલોને કોવિડ ઈન્ટેનસીવ નથી મળ્યુ તે આપવામાં આવે.

એમએઆરડીના અધ્યક્ષ ડીડી પાટિલે કહ્યુ કે ગુરુવારે મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર અને એમએઆરડી વચ્ચે બેઠક થઈ હતી પરંતુ તેમાં કોઈ ર્નિણય લેવામાં આવ્યો નહિ. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર સાથે અમારી બેઠક છે. અમે પોતાના મુદ્દાઓને છેલ્લા ૫ મહિનાતી ઉઠાવી રહ્યા છે પરંતુ હજુ સુધી તેની સુનાવણી થઈ નથી. અમને કોઈ પણ પ્રકારનુ લેખિત આશ્વાસન પણ આપવામાં આવ્યુ નથી. જાે અમારી માંગો પૂરી નહિ થાય તો અમે અનિશ્ચિતકાળની હડતાળ ચાલુ રાખીશુ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.