Western Times News

Gujarati News

ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રચાર દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર મહાનગરપાલિકાની રવિવારે યોજાનારી ચૂંટણીમાં મતદારો હવે જાગૃત થઈ રહ્યા છે.

ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર દરમિયાન મતદારોએ પોતાનો ઉત્સાહ બતાવીને ઉમેદવારોને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

શહેરના વોર્ડ નંબર – ૬ ખાતે ઉમેદવારી કરી રહેલા ગૌરાંગભાઈ વ્યાસ, મફતભાઈ દેસાઈ, ભાવના બા વિક્રમસિંહ ગોલ તથા પ્રેમલત્તા બેન મહેરીયા ને સમગ્ર વિસ્તારમાંથી સારો પ્રતિસાદ સાંભડી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

ભારતીય જનતા પક્ષના ઉમેદવારો દ્વારા મતદારોને કમળ ઉપર બટન દબાવવા અપીલ કરવામાં આવી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે શુક્રવારે યોજાયેલી રેલીને સાંપડેલા જબ્બર પ્રતિસાદની પ્રતિક્રિયા વ્યક્ત કરતા ઉમેદવારોએ ભાજપ બહુમતી સાથે વિજેતા બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.