Western Times News

Gujarati News

‘ રસી લઇ લેજો નહીં તો હું તમને ઉપાડી જઈશ’ ‘ એક તરફ જિંદગી એક તરફ મોત ‘ આવા શબ્દો સાથે…

સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટ અને તાતા મોટર્સના સંયુક્ત ઉપક્રમે કપડાની ૧૦૦૦ થેલીઓ તથા માસ્ક વિતરણ..

સ્વસ્થતા સુરક્ષાના સમન્વય સાથે સમાજ સુરક્ષા માટે અનોખું અભિયાન

અમદાવાદ જિલ્લાના સાણંદની બજારમાં ગદાની જગ્યાએ રસી આપતા પ્રતિકાત્મક ઇન્જેક્શન લઈને ફરતા યમરાજે લોકોમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું…કોરોનાની મહામારીને નાથવામાં રસીકરણ જ અંતિમ ઉપાય છે ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ સ્થિત ‘માનવ સેવા ટ્રસ્ટ’ દ્વારા લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા આ અનોખો પ્રયોગ કરાયો હતો..

સાણંદના બજારમાં યમરાજનો વેશ પરિધાન કરીને ફરતી વ્યક્તિએ લોકોને રસીકરણ માટે પ્રેર્યા હતા.. માનવ સેવા ટ્રસ્ટના શ્રી મનુભાઈ બારોટે કહ્યું હતું કે ‘કોરોનાને નાથવા રસી જ કારગત ઉપાય છે ત્યારે લોકોને આ અંગે જાગૃતિ ફેલાવવા આ પ્રયોગ કરાયો છે.. સાણંદ આસપાસના ગામડાઓમાં લોકો રસી માટે જાગૃત થાય તેના ભાગરૂપે આ અનોખી શૈલી દ્વારા હકારાત્મક સંદેશો આપવામાં આવ્યો છે…’ એમ તેમણે ઉમેર્યું હતું.

સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય મહાત્મા ગાંધી ની પુણ્યતિથિ ની પૂર્વસંધ્યાએ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે કપડાની ૧૦૦૦ થેલીઓ અને માસ્ક વિતરણ ની સાથે રસીકરણની જાગૃતિ માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો.. અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ કે કપડાંની થેલીનો વપરાશ પણ અનિવાર્ય બન્યો છે

ત્યારે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અટકે અને કાપડની થેલી વપરાશમાં લે તે માટે સાણંદ બજારમાં લોકોને ૧૦૦૦ જેટલી કપડાની થેલીઓનું પણ વિતરણ કરાયું હતું.. સાથે સાથે લોકોને માસ્ક પણ આપવામાં આવ્યા હતા..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.