Western Times News

Gujarati News

વોટ્‌સએપનો ભારતમાં ૨૦ લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ

નવી દિલ્હી, સોશિયલ મીડિયા કંપની વોટસએપે ભારતમાં એક જ મહિનામાં ૨૦ લાખ એકાઉન્ટ બને કરી દીધા છે. વોટસએપને ઓગસ્ટ મહિના દરમિયાન યુઝર્સ દ્વારા વિવિધ એકાઉન્ટને લઈને ૪૨૦ જેટલી ફરિયાદો મળી હતી. એકાઉન્ટસ પર બેન મુકવા પાછળના મુખ્ય કારણમાં ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજના બિન સત્તાવાર ઉપયોગનો સમાવેશ થાય છે.

વોટસએપના પ્રવકતાના કહેવા પ્રમાણે યુઝર સિક્યુરિટી રિપોર્ટમાં ફરિયાદ કરનારાઓની ડિટેલ છે અને તેના પર વોટસએપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમારૂ ધ્યાન મોટા પાયે વાયરલ કરાતા હાનિકારક અથવા અનિચ્છનીય મેસેજાેને રોકવા પર છે. અમે વધારે પડતા મેસેજ મોકલતા એકાઉન્ટની ઓળખ કરતા હોય છે અને તેનો રેકોર્ડ રાખતા હોય છે.

વોટસઅપનુ કહેવુ છે કે, ઓટોમેટેડ કે બલ્ક મેસેજ મોકલતા ૯૫ ટકા એકાઉન્ટ પર બેન મુકી દેવામાં આવ્યો છે. કોઈ પણ એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તેના પર અમારી એક ટીમ સતત નજર રાખતી હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.