Western Times News

Gujarati News

મોદી કેબિનેટે ટેક્સટાઈલ પાર્ક બનાવાની મંજૂરી આપી દીધી

નવીદિલ્હી, ભારત કાપડ ઉદ્યોગમાં દુનિયામાં છઠ્ઠો સૌથી મોટુ એક્સપોર્ટર છે. તેને વધારવા માટે અને નવા રોજગારના અવસર પેદા કરવા માટે મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવાના પ્રસ્તાવને મંજૂરી મળી છે. સૂત્રોનું કહેવુ છે કે, ટેક્સટાઈલ મેગા પાર્ક પર લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. છેલ્લા કેટલાક મહિનામાં સરકારે ટેક્સટાઈલને લઈને ત્રીજાે સૌથી મોટો ર્નિણય કર્યો છે.

આ ખબર બાદ ટેક્સટાઈલ ધંધા સાથે જાેડાયેલી કંપનીઓના શેરોમાં મોટો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ટેક્સટાઈલ સેક્ટરમાં મહિલાઓને ખૂબ મોટી સંખ્યામાં રોજગાર મળ્યા છે. પીએલઆઈ સ્કીમના કારણે મહિલાઓને રોજગાર પ્રોત્સાહન મળશે અને અર્થવ્યવસ્થાના ઔપચારિક વિસ્તાર સાથે જાેડાઈ શકશે. સ્કીમથી ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, તમિલનાડૂ, પંજાબ, ઓડિશા જેવા રાજ્યોને ખૂબ મદદ મળશે.

ભાટ્ઠરત કાપડ ઉદ્યોગમાં દુનિયામાં છઠ્ઠા નંબરનું એક્સપોર્ટર છે. ટેક્સટાઈલ પાર્ક દ્વારા આ સેક્ટરમાં એક્સપોર્ટને સુધારવાની તૈયારી છે. એટલા માટે સરકાર એકીકૃત ટેક્સટાઈલ પાર્ક બનાવી રહ્યુ છે. જાે સરળ શબ્દોમાં કહીએ તો, તે અંતર્ગત એક જ જગ્યા પર કેટલીય ફેક્ટ્રી યુનિટ સ્થાપિત કરવામાં આવી શકે છે. કાપડ ઉદ્યોગ સાથે જાેડાયેલી માળખાગત વસ્તુઓની સુવિધાઓ જેમ કે, ઉત્પાદન, માર્કેટ લિંકેજ ઉપલબ્ધ હોય છે. સરકાર તેને આંતરરાષ્ટ્રીય માપદંડોને જાેતા વિકસીત કરે છે.

ટેક્સટાઈલ પાર્કનો ઉદ્દેશ્ય કાપડ ક્ષેત્રમાં મોટા રોકાણ લાવવાનો છે. આ પાર્કમાં કાપડ ઈંડસ્ટ્રીઝ માટે એકીકૃત સુવિધા હોય છે. આ સાથે જ પરીવહનમાં થતાં નુકસાનની ન્યૂનતમ કરવાની વ્યવસ્થા રહે છે. તેમાં આધુનિયક માળખાગત સંરચનાઓ, શેર કરવાની સુવિધાઓ ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેંન્ટ લેબ પણ હોય છે. દોરામાંથી કાપડ તૈયાર કરવું, કપડાનું રંગરોગાન, સિલાઈ વગેરેથી લઈને તેના પૈકીંગ અને ટ્રાંસપોર્ટિગ સુધી મોટા પાયે લોકોની જરૂર પડે છે. ત્યારે આવા સમયે ટેક્સટાઈલ પાર્ક બનવાથી રોજગારની અપાર સંભાવના ઊભી થશે.

તેમાં મજૂરોની જરૂર પડશે. ડિઝાઈનરોની જરૂર પડશે. અકાઉટીંગ અને મેનેજમેન્ટ સાથે જાેડાયેલા લોકોની પણ જરૂર પડશે, સંશોધકોની પણ જરૂર પડશે. એટલે કે કુલ મળીને કહેવાય કે, અભણથી લઈને હાઈ ક્વાલિફાઈડ લોકોને પણ રોજગાર મળવાની સંભાવના હોય છે.

હવે ૧૦૦૦ એકરમાં પાર્ક બનશે, તેમાં રોકાણ માટે સરકાર ઈનસેંટીવ આપશે. આ ઈન્સેંટીવ બે હપ્તામાં આપવામાં આવશે. પહેલા ૬૦ ટકા ૧૦૦ કામ થઈ જવા પર આપવામાં આવશે. ઈન્વેસ્ટર્સને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાની સાથે જ તેને મેન્ટેન પણ કરવાનું હોય છે.

આ પાર્ક ૨૫-૩૦ વર્ષ માટે આપી શકે છે અને તેના માટે ત્યાં સ્થાપિત કંપનીઓ પાસેથી ફી પણ લઈ શકે છે. પહેલા ફેઝમાં ૭ મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવાની યોજના છે.જેના માટે પોર્ટની નજીક અને કાચા માલની ઉપલબ્ધતા અને ટ્રાંસપોર્ટ મુખ્ય રહેશે. સરકાર આ પાર્ક પર ૪૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.