Western Times News

Gujarati News

ખેડૂતોની હત્યા કરવામાં આવી રહી, ઉત્તરપ્રદેશમાં ગુનેગારોને છૂટો દોર મળ્યો છે: રાહુલ ગાંધી

નવીદિલ્હી, યુપીના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસા પર તેમણે કહ્યું છે કે યુપીમાં ખેડૂતોને કચડી નાખવામાં આવી રહ્યા છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

રાહુલ ગાંધીએ કહ્યું, ‘થોડા સમયથી ભારતના ખેડૂતો પર સરકાર દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને જીપ નીચે કચડી નાખવામાં આવી રહ્યા છે. તેમની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના ગૃહ રાજ્યમંત્રીની વાત થઈ રહી છે, તેમના પુત્રની વાત થઈ રહી છે. છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

બીજી તરફ દેશભરના ખેડૂતો પર એક પછી એક હુમલા થઈ રહ્યા છે. પહેલા ત્રણ કૃષિ કાયદાનું બિલ લાવીને. હવે તેમના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન લખનઉમાં જ હતા, પણ લખીમપુર ખીરી જઈ શક્યા નહીં. મૃતક ખેડૂતોનું પોસ્ટમોર્ટમ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. જે કોઈ યોગ્ય રીતે વાત કરે છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે. આજે અમે લખનઉ જવાનો પ્રયત્ન કરીશું, લખીમપુર જવાનો પ્રયત્ન કરીશું.

મીડિયાના સવાલોના જવાબમાં રાહુલે કહ્યું કે યુપીમાં ગુનેગારોને છૂટો દોર મળ્યો છે. જેમ તમે હમણાં જ કહ્યું કે આ રાજનીતિ થઈ રહી છે. અમારા વિપક્ષનું કામ દબાણ બનાવવાનું હોય છે. ત્યારે કાર્યવાહી થાય છે. સરકાર નથી ઇચ્છતી કે અમે દબાણ ઉભું કરીએ. સાચું કહું તો, આ કામ તમારું છે, પણ તમે તમારી જવાબદારી નિભાવતા નથી, તમે તેને ભૂલી ગયા છો.

રાહુલે કહ્યું કે દેશનું જે માળખું છે તેને ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. તે માત્ર મીડિયા વિશેની જ વાત નથી. તમે જાણો છો કે મીડિયાને પણ કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે. તેવી જ રીતે દેશની તમામ સંસ્થાઓને નિયંત્રિત કરવામાં આવી છે. આજે દેશમાં સરમુખત્યારશાહી છે. રાજકારણીઓ ઉત્તર પ્રદેશમાં જઈ શકતા નથી. ગઈકાલથી જ અમને કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ, તમે જઈ શકશો નહીં.

કોંગ્રેસી નેતાએ કહ્યું કે ભલે તે પ્રિયંકા હોય, હું હોવ અથવા અમારા પરિવારમાં કોઈ પણ હોય, અમને મેન હેન્ડલિંગથી કોઈ ફરક પડતો નથી. અમને મારી નાખો, કાપી નાખો, અમને પરવા નથી. આ અમારી વર્ષો જૂની તાલીમ છે. આ અમારા પરિવારની તાલીમ છે. ભારતનો અવાજ કચડી નાખવામાં આવી રહ્યો છે. હું પીડિતોના પરિવારોની પીડાને ઓછી કરવા માંગુ છું. ત્યાં જઈને જ વાસ્તવિકતા જાણવા માંગુ છું. મારે સમજવું છે. અત્યારે સાચી વાસ્તવિકતા કોઈ જાણતું નથી.

રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપતા યુપીના મંત્રી સિદ્ધાર્થ સિંહે હતું કે, ‘યુવરાજને જાેશ આવ્યો કે, બહેન તો છે જ, હું ક્યાં છું માટે હું પણ પર્યટન માટે નીકળું. તેઓ ડેલિગેશન લઈને નીકળ્યા. મંજૂરી ન મળી એટલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘણી વાતો કરી. યુવરાજ એ સમયે ખૂબ નાના રહ્યા હશે, ભૂલી જતા હશે.

આ આઝાદ દેશમાં લોકો પર નરસંહાર થયો છે તો તે ઈમરજન્સી દરમિયાન થયો છે. ત્યાર પછી ઈંદિરા ગાંધીની હત્યા બાદ શીખ સમુદાયનો નરસંહાર કરવામાં આવ્યો હતો. તે સમયે ભાજપ એ શીખ સમુદાયની સાથે ઉભું હતું. મોદી સરકાર શીખો માટે સીએએ બિલ લાવે છે પરંતુ ત્યારે કોંગ્રેસ એનો વિરોધ કરે છે. યુવરાજે એ ન ભૂલવું જાેઈએ કે, કોંગ્રેસના શાસન કાળ દરમિયાન જ શીખો પર નરસંહાર થયો હતો.’

ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્રએ ખેડૂતોને કચડી નાખીને હત્યા કરી હતી, સાથે જ મંત્રી અજય મિશ્રાનો દાવો છે કે તેમનો પુત્ર ત્યાં નહોતો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જીપ કોની હતી અને તેને કોણ ચલાવી રહ્યું હતું.

આ હિંસાને લગતા ઘણા ફોટા અને વીડિયો ભારે વાઇરલ થઈ રહ્યા છે. ભાસ્કરને આમાંથી એક ફોટો પણ મળ્યો. આ ફોટોમાં હિંસા દરમિયાન તૂટેલી થાર જીપ દેખાઇ રહી છે.

જ્યારે અમે આ નંબર સાથે જાેડાયેલી માહિતી આરટીએ વ્હીકલ ઇન્ફર્મેશન પાસેથી જાણી ત્યારે ખબર પડી કે એ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના નામ પર હોવાનું સામે આવ્યું છે.લખીમપુરમાં ખેડૂતોને કચડી નાખનાર આ જીપ ૧૪ જુલાઈ ૨૦૧૭ના રોજ મંત્રી અજય મિશ્રાના નામે રજિસ્ટર્ડ હારી. વ્હીકલ ઇન્ફોર્મેશન માહિતીમાં મંત્રી અજય મિશ્રાના પિતા અંબિકા પ્રસાદ મિશ્રાનું નામ પણ લખ્યું છે. ભાસ્કરની તપાસથી સ્પષ્ટ છે કે લખીમપુર હિંસામાં વપરાયેલી આ જીપ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની જ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.