Western Times News

Gujarati News

લિસ્ટ અને મેકમિલાનને કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર

સ્ટોકહોમ, કેમિસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન) માં વર્ષ ૨૦૨૧ માટે નોબેલ પુરસ્કાર ની જાહેરાત બુધવારે કરવામાં આવી છે. આ વર્ષનો પુરસ્કાર બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબ્લ્યૂ સી. મેકમિલનને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસના વિકાસ માટે આપવામાં આવ્યો છે.

આ પુરસ્કાર દ્વારા હંમેશા તે કાર્યોનું સન્માન કરવામાં આવે છે, જેનો આજના વ્યાવહારિક રૂપથી વિસ્તૃત ઉપયોગ થઈ રહ્યો હોય. આ બંને વૈજ્ઞાનિકોને મોલિક્યૂલર કન્સ્ટ્રક્શન માટે એક સટીક અને નવું ઉપકરણ વિકસિત કર્યુ છે.

આ ઉપકરણનો ફાર્માસ્યુટિકલ રિસર્ચ પર ખુબ મોટો પ્રભાવ પડ્યો છે. કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ, સ્ટોકહોમ, સ્વીડન દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ઉત્પ્રેરક (કટૈલિસીસ) કેમિસ્ટ માટે મૌલિક ઉપકરણ છે, પરંતુ શોધકર્તા લાંબા સમયથી માનતા હતા કે સિદ્ધાંત રૂપમાં, માત્ર બે પ્રકારના ઉત્પ્રેરક ઉપલબ્ધ હતા.

તેમાં પ્રથમ ધાતુ અને બીજુ એઝાઇમ હતું. એકેડમીએ કહ્યુ કે, ૨૦૦૦માં બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મૈકમિલને એકબીજાથી સ્વતંત્ર થઈ ત્રીજા પ્રકારના કટૈલિસીસનો વિકાસ કર્યો. તેને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસ કહેવામાં આવે છે અને તે નાના કાર્બનિક અણુઓ પર બને છે.

નોબેલ પુરસ્કાર હેઠળ ગોલ્ડ મેડલ, એક કરોડ સ્વીડિશ ક્રોના (આશરે ૮.૨૦ કરોડ રૂપિયા) ની રમક આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના સ્વીડનની મુદ્રા છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલના નામ પર આપવામાં આવે છે. આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા તેમને જટિલ ભૌતિક પ્રણાલીઓ અંગેની અમારી સમજણ માટે અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.