Western Times News

Gujarati News

અનસ હક્કાનીએ ગઝનવીના વખાણ કરી સોમનાથ મંદિર તોડવાનો ઉલ્લેખ કરતા ગર્વ કર્યો

કાબુલ, અફઘાનિસ્તાનની સત્તા પર કબ્જાે કર્યા બાદ દોઢ મહિના જેટલો જ સમય થયો છે અને તાલિબાને રંગ બતાવવાનું ચાલુ કરી દીધું છે. તાલિબાની નેતા અનસ હક્કાનીએ મહમ્મદ ગજનવીની કબ્ર પર પહોચ્યા. ત્યાં પહોંચીને તેમણે ગજનવીના વખાણ કર્યા અને સોમનાથ મંદિર તોડવાનો ઉલ્લેખ પણ કર્યો છે.

મહમ્મદ ગજવીએ ગુજરાતના સોમનાથ મંદિરને તોડ્યું હતુ. તેણે ભારત પર ૧૭ વાર હુમલો કર્યો હતો. તેમની દરગાહ પર અનસ હક્કાની પહોંચ્યો હતો. અહીં પહોંચીને હક્કાનીએ ગર્વ સાથે સોમનાથ મંદિર તોડવાનો ઉલ્લેખ કર્યો. હક્કાનીએ ટ્‌વીટ કરી, આજે અમે ૧૦મી સદીના મુસ્લિમ યોદ્ધા અને મુઝાહિદ મહમૂદ ગજનવીની દરગાહની મુલાકાત લીધી. ગજનવીએ એક મજબૂત મુસ્લિમ શાસન સ્થાપિત કર્યુ હતુ અને સોમનાથની મૂર્તિ તોડી હતી.

ભારતના ૧૨ જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ મંદિર પર ૧૦૨૬માં મહમૂદ ગજનવીએ હુમલો કર્યો હતો. કહેવામાં આવે છે કે અરબ યાત્રી અલ બરુનીના પ્રવાસ વૃતાન્તમાં મંદિરનો ઉલ્લેખ જાેઈને ગજનવીએ લગભગ ૫ હજાર સાથીઓની સાથે આવીને આ મંદિર પર હુમલો કર્યો હતો. તેણે મંદિરની સંપત્તિ પણ લૂંટી લીધી હતી.

સોમનાથ મંદિર પર આની પહેલા અને આના પછી પણ અનેક વાર હુમલો થયો અને તેને તોડી નાંખવામાં આવ્યું. પરંતુ દર વખતે તેનું પુનઃ નિર્માણ થયુ. છેલ્લી વાર સરદાર વલ્લભભાઈ પટેલના આદેશ પર આનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતુ. હાલ પીએમ મોદી શ્રી સોમનાથ મંદિરના અધ્યક્ષ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.