Western Times News

Gujarati News

કસ્ટડીમાં રહેલા આર્યન ખાને NCB પાસે શું માંગ્યું, વાંચીને ચોંકી જશો

Clean cheat to Aryan Khan: Chapter of drugs case closed

File

મુંબઈ, શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની કસ્ટડીમાં છે. ગુરુવાર સુધી આર્યન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં રહેશે ત્યારે તે પૂછપરછમાં પૂરતો સહયોગ આપી રહ્યો છે. આ દરમિયાન આર્યન ખાને એક માગ કરી હતી જેને એનસીબીએ પૂરી કરી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, આર્યને એનસીબી પાસે સાયન્સના પુસ્તકો મગાવ્યા હતા. જે હવે અધિકારીઓએ તેને આપ્યા છે. હાલમાં જ મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, આર્યન ખાનને કસ્ટડીમાં કોઈ વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. એટલું જ નહીં તેના માટે ભોજન પણ ઘરેથી નથી આવતું.

રિપોર્ટ પ્રમાણે, આર્યન અને તેની સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલા અન્ય આરોપીઓને એનસીબી પાસે આવેલી એક રેસ્ટોરાંમાંથી ભોજન પૂરું પાડવામાં આવે છે. દરમિયાન, આર્યન સહિતના આરોપીઓના મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.

અગાઉ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, આર્યનની વોટ્‌સએપ ચેટમાંથી ચોંકાવનારા અને દોષિત સાબિત થાય તેવા પુરાવા મળી આવ્યા છે. ઈન્ટરનેશનલ રેકેટ પકડાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.