Western Times News

Gujarati News

ગુજરાતની બોર્ડર પર ૫૦૦૦ની વસ્તીના ૭ ગામોમાં ૩ વર્ષમાં ૩૨૪ કરોડનો દારૂ વેચાયો

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતમાં દારૂ બાંધી છે પરંતુ બોર્ડર પર વસેલા રાજસ્થાનના ૩ જિલ્લાની ૧૧ દુકાનો પર ૩ વર્ષમાં ૩૨૪ કરોડ રૂપિયાનો દારૂ વેચાઈ ચૂક્યો છે. ડુંગરપુર અને સિરોહીના ૭ ગામમાં તો આ આંકડો ૨૮૨ કરોડ છે જ્યારે આ ગામડાઓની વસ્તી ૩ હજારથી ૫ હજાર વચ્ચે જ છે. એવામાં સ્પષ્ટ છે કે બોર્ડર પર બનેલી દુકાનો સાથે ગુજરાતમાં દારૂનું કનેક્શન છે. સિરોહીથી ગુજરાતમાં દારૂની તસ્કરીમાં તત્કાલીન એસ.પી. હિંમત અભિલાષ ટાંક મળેલા હોવાની અને પોલીસની મિલીભગત હોવાની ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતની બોર્ડરની નજીકના ૩ જિલ્લા સિરોહી, ઝાલોર અને ડુંગપુરની ૧૧ દુકાનોમાં દારું લેવા માટે એટલો હોડ છે કે આ વર્ષે દારૂના દુકાનદારોએ તે ૫૪ કરોડમાં ખરીદી છે. ઝાલોરના ધાનોલમાં ૬ મહિનામાં ૮ કરોડનો દારૂ વેચાઈ ચૂક્યો છે જ્યારે અહીં ૭ વર્ષથી દારૂબંધી છે. ગામના એક રહેવાસીએ કહ્યું હતું કે અમે નથી પીતા છતા પણ દુકાનથી બદનામી થઈ રહી છે. જિલ્લાની ૪ દુકાન ધાનોલ, બડગાંવ, પ્રતાપપુરા અને અચલપુર આ વર્ષે ૧૯.૮૮ કરોડમાં છૂટી.

૮ મહિનામાં જ અહીં ૧૫.૬૦ કરોડ અને ૩ વર્ષમાં ૪૨.૭૨ કરોડનું વેચાણ થઈ ચૂક્યું છે. ચારેય ગામની કુલ વસ્તી ૧૬,૫૦૦ છે. જિલ્લામાં ૩ વર્ષમાં ૧૦૧૭ કાર્યવાહીઓમાં ૧૪.૧૧ કરોડનો દારૂ પકડાઈ ચૂક્યો છે. ૩ દુકાન ખજૂરી, પુનાવાડા અને બિછીવાડા આ વર્ષે ૧૭.૧૨ કરોડમાં છૂટી. ૬ મહિનામાં અહીં ૨૦ કરોડ, ૩ વર્ષમાં ૧૭૦ કરોડનો દારું વેચાઈ ચૂક્યો છે જ્યારે આ ગામડાઓની કુલ વસ્તી માત્ર ૧૭૫૦૦ છે. અહીં તસ્કરીની રીત પણ ચોંકાવનારી છે.

માવલ, જેતાવડા, સિયાવા, મંડારની વસ્તી ૨૫,૬૨૦ છે પરંતુ દુકાન ૧૭.૧૨ કરોડમાં છૂટ્યા. ૬ મહિનામાં ૧૯.૪૭ કરોડનો દારૂ વેચાયો. ૩૬૭૯ની વસ્તીવાળા માવલમાં ૧૧ કરોડનો દારૂ વેચાયો. જિલ્લામાં ત્રણ વર્ષમાં ૧૬૦૨ કેસ અને ૧૦.૩૩ કરોડની જપ્તી થઈ છે. દારૂ તસ્કરીને લઈને મિલીભગતમાં સૌથી ચર્ચિત કેસમા આઇપીએસ હિંમત અભિલાષ ટાંક ૫ વર્ષમાં આ જ ૩ જિલ્લાના રહ્યા. હાલમાં તેઓ સસ્પેન્ડ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.