Western Times News

Gujarati News

ટાટા પાવર સોલરે કુલ 100 મેગાવોટના 538 કરોડના સોલર પ્રોજેક્ટ્સ ઓર્ડર્સ મેળવ્યાં

પ્રતિકાત્મક

ટાટા પાવર સોલરે કુલ 100 મેગાવોટના મલ્ટિપલ ડિસ્ટ્રિબ્યુટેડ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવા ઇઇએસએલ પાસેથી રૂ. 538 કરોડના મૂલ્યનાં ઇપીએસ ઓર્ડર્સ મેળવ્યાં

નેશનલ, 12 ઓક્ટોબર, 2021:ભારતની સૌથી મોટી સંકલિત સોલર કંપની અને ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર સોલરને એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ (ઇઇએસએલ) માટે 100 મેગાવોટના ડિસ્ટ્રિબ્યુટેડ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પ્રોજેક્ટનું નિર્માણ કરવાનો “લેટર ઓફ એવોર્ડ” (એલઓએ) મળ્યો છે. પ્રોજેક્ટના ઓર્ડરનું કુલ મૂલ્ય રૂ. 538 કરોડ છે. પ્રોજેક્ટ શરૂ થવાની તારીખ 12 મહિના માટે નક્કી કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ મળવાની સાથે ટાટા પાવર સોલરની યુટિલિટી સ્કેલ ઇપીએસ ઓર્ડર બુક અત્યારે 4ગીગાવોટ (ડીસી)ની ક્ષમતા ધરાવે છે, જેનું મૂલ્ય અંદાજે રૂ. 9,264 કરોડ (જીએસટી વિના) છે, જેથી કંપની ભારતની અગ્રણી સોલર ઇપીસી કંપની તરીકેની પોઝિશનને મજબૂત કરશે.

ઇઇએસએલ પ્રોજેક્ટની સાઇટ મહારાષ્ટ્રમાં સ્થિત છે. આ કામમાં સૌર પ્રોજેક્ટ્સનું એન્જિનીયરિંગ, ડિઝાઇન, સપ્લાય, નિર્માણ, ઇરેક્શન, ટેસ્ટિંગ, ઓએન્ડએમ અને કાર્યરત કરવાના વિવિધ કામો સામેલ છે.

આ અંગે ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમે ડિસ્ટ્રિબ્યુટેડ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર ઇપીસી પ્રોજેક્ટ માટે ઇઇએસએલ પાસેથી નવો કોન્ટ્રાક્ટ મેળવીને ખુશ છીએ. આ સૌર ઊર્જાના ક્ષેત્રમાં અને પ્રોજેક્ટ અમલીકરણની ક્ષમતામાં ટાટા પાવરની મજબૂત સ્થિતિનું વધુ એક પ્રમાણ છે.”

આ વર્ષો દરમિયાન ટાટા પાવર સોલર વાણિજ્યિક અને ઔદ્યોગિક સેગમેન્ટ માટે ખાસ કરીને ઉચિત ઇકોનોમિક્સ સાથે ભારતની અગ્રણી સોલર રુફટોપ ઇપીસી કંપનીમાં સામેલ છે. ટાટા પાવર સોલર મોટા પ્રોજેક્ટ શરૂ કરવાનો સફળ ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જેમાં અનંતપુરમાં 150 મેગાવોટનો અયાના, કેરળમાં 50 મેગાવોટનો કસારગોડ,

ઓડિશાના લપાંગમાં 57 મેગાવોટ ગ્રીન્કો, 30 MWp સોલર પાવર પ્લાન્ટ, કયામકુલમ (નિર્માણાધિન)માં 105MWpનો ફ્લોટિંગ સોલર સામેલ છે. કંપનીએ ધોલેરા સોલર પાર્કમાં નિર્મિત થનાર 400 મેગાવોટનો પ્રોજેક્ટ ગુજરાત સરકારની હરાજીમાં મેળવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.