Western Times News

Gujarati News

આઠ વિશાળ એસ્ટ્રોઇડ ધરતી તરફ આવી રહ્યા છે

નવી દિલ્હી, આવનાર કેટલાક દિવસોમાં ધરતી પર કોઇ સંકટ આવવાનું છે. આગામી કેટલાક દિવસોમાં ઇજિપ્તના પિરામિડ અને પેરિસના એફિલ ટાવરથી પણ મોટા-મોટા ૮ એસ્ટ્રોઇડ ધરતી તરફ આવવાના છે. અમેરિકી એજન્સી નાસાના એટ્રોરોયડ ટ્રેકરમાં આ વાત સામે આવી છે. આ એસ્ટ્રોઇડ ૧૫ ઓક્ટોબરથી ૨૯ નવેમ્બર વચ્ચે ધરતી તરફ વધશે.

નાસાએ આ એસ્ટ્રોઇડને સંભવિત રુપથી ખતરનાક વસ્તુ ગણાવ્યા છે. આવું એટલા માટે કારણ કે આ એસ્ટ્રોઇડનો આકાર ૧૪૦ મીટરથી મોટો છે.

નાસાના રિપોર્ટ પ્રમાણે આ બધા એસ્ટ્રોઇડ અપોલો ક્લાસ છે જેનો મતલબ એ છે કે આ સૂર્યની કક્ષામાં ભ્રમણ કરી રહ્યા છે અને આ ધરતીના કક્ષને પાર કરી શકે છે. આ એસ્ટ્રોઇડમાં જે સૌથી મોટો છે તેનો આકાર ૩૮૦ મીટર છે. આ ઇજિપ્તની પિરામિડથી પણ મોટો છે. એટલે તેનો આકાર લગભગ ૩૮ માળની ઇમારત જેટલો છે.

૧૫ ઓક્ટોબરે પ્રથમ એસ્ટ્રોઇડ ધરતીને પાર કરશે. જેનું નામ ૨૦૨૧ એસએમ૩ રાખવામાં આવ્યું છે. તેનો આકાર ૭૨થી ૧૬૦ મીટરની વચ્ચે છે. આ આકારમાં ઇજિપ્તના પિરામિડથી પણ મોટો છે.

પ્રથમ એસ્ટ્રોઇડ પસાર થયાના ફક્ત પાંચ દિવસ પછી બીજાે એસ્ટ્રોઇડ આવશે. આ એસ્ટ્રોઇડનું નામ ૧૯૯૬ વીબી૩ આપવામાં આવ્યું છે. તેનો આકાર પણ ૧૦૦થી ૨૩૦ મીટર વચ્ચે છે. આ એસ્ટ્રોઇડ ધરતીની સાવ નજીકથી પસાર થશે. ધરતીથી તેની દૂરી લગભગ ૩૨ લાખ કિમી રહેવાની સંભાવના છે. ૨૫ ઓક્ટોબરે બીજાે એક એસ્ટ્રોઇડ પસાર થશે. આ એસ્ટ્રોઇડનો આકાર ૯૦ મીટરથી ૨૦૦ મીટર વચ્ચે રહેવાની સંભાવના છે. તેનું નામ ૨૦૧૭ એસજે૨૦ છે.

આ ૨૫ ઓક્ટોબરે ધરતીની નજીક ૭૧ લાખ કિમીની દૂરીથી પસાર થશે. આ સિવાય આગામી નવેમ્બરમાં ૧૩, ૨૦, ૨૧ અને ૨૯ જૂને પણ એસ્ટ્રોઇડ ધરતીની નજીકથી પસાર થશે. ૧૩ નવેમ્બરે ધરતીથી લગભગ ૪૨ લાખ કિમીની દૂરથી એક એસ્ટ્રોઇડ પસાર થશે.

આ એસ્ટ્રોઇડનું નામ ૨૦૦૪ યૂઈ આપવામાં આવ્યું છે. આકારમાં આ ઘણો મોટો છે. તેનો આકાર ૧૭૦થી ૩૮૦ મીટર વચ્ચે હોવોની સંભાવના છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.