Western Times News

Gujarati News

યોગ્ય ઉપચાર કરવાથી સ્વપ્નદોષની સમસ્યાથી આરામ મળશે

પ્રતિકાત્મક

વય થતાં અઠવાડીયે-દસ દીવસે એકાદ વાર સ્વપ્નમાં વીર્ય સ્રાવ થાય તો એ સ્વાભાવીક ગણાય. દસ દીવસે એકાદ વાર સ્વપ્નમાં વીર્ય સ્રાવ થાય, પણ રોજે રોજ કે ઓછા દીવસના અંતરે વારંવાર ઉંઘમાં શુક્રસ્ખલન થયા કરે તો નીચેના ઉપાયો પૈકી અનુકુળ હોય તે કરી શકાય.

અશ્લિલ સાહિત્યના વાંચનથી, વિષય વાસના વાળા પિક્ચરો જાેવાથી, સ્ત્રી વિષયક વિચારોનું સતત ચિંતન મનન કરવાથી, રાત્રે વધુ પ્રમાણમાં દૂધ કે ગળ્યા પદાર્થોના અતિ પ્રમાણમાં સેવનથી, અતિ પ્રમાણમાં ક્ષારયુક્ત, તીખા કે દાહક પદાર્થોના સેવનથી.

ગતિશીલ નૂતન યુગમાં વ્યક્તિને પોતાના વ્યવસાય વિગેરેમાં સતત વ્યસ્ત રહેવુ પડે છે. જેથી સ્વાસ્થ્ય સંબંધી નિયમોનું સંપૂર્ણ પાલન કરવું સહેલુ બનતુ નથી. એટલુ જ નહી પરંતુ પોષણ માટે આવશ્યક ખોરાક લઇ શકાતો નથી. જેથી પોષણના અભાવે શરીરની શક્તિનો હ્રાસ થાય છે અને શરીર પ્રતિદિન ઘસારાનુ ભોગ બને છે

આમ ઉપર કહેલ લક્ષણોવાળા પુરૂષની વ્યાધીમાં જાયફળનો પ્રયોગ ખૂબ જ લાભદાયી નીવડેલ છે.આ જાયફળ એ મરી મસાલા રાખતા ગાંધીને ત્યાંથી સડેલાન હોય તેવા વજનમાંભારે જાયફળ લાવીનેતેને ફોડીને તેની કાચલી કાઢીને તેનો પાવડર બનાવવામાં આવે છે.તેમાંથી એક નાની ચમચી સવાર સાંજ લેવાથી પંદરેક દિવસમાં ફાયદો થાય છે.

જાયફળના ગુણ; જાયફળમાં તૂરો રસ હોવાથી તે ગ્રાહી એટલે કે શુક્ર ધાતુને શરીરમાંથી જતી અટકાવે છે.શુક્ર કાચી રસને પકાવીને ત્યાં ધાતુને સ્થીર કરીને તેને શરીરમાંથી જતી અટકાવે છે.  તેમજ મૂત્રેંદ્રિયમાં થતી પીડાનું શમન કરે છે. જાયફળમાં સ્નીગ્ધગુણ હોવાથી તે વૃષ્ય છે એટલે કે શુક્રસ્ત્રાવ થવાને લીધે શરીરમાં જે અશક્તિ આવી જાય છે

તે શક્તિનું પુનઃનિર્માણ કરનાર છે. નાડી સંસ્થાન પર કાર્ય કરતું હોવાથી મસ્તિષ્કની વિકૃતિને મટાડે છે.જાયફળનું પાચન થવાથી તે ઉષ્ણ હોવાથી તે આહારરસનું પાચન કરે છે, ભૂખ લગાડે છે અને ખોરાક ખાવાની પણ ઇચ્છા થાય છે. આ ઉપરાંત જાયફળના ઉપયોગથી વાયુ શાંત થાય છે અને ઊંઘ આવે છે તેમજ શૂળ અને શરીરમાંની ખાલી ચડી હોય તેને મટાડે છે.

સ્વપનદોષ કે શુક્રસ્ત્રાવ થવાના કારણો અને લક્ષણો નીચે પ્રમાણે છે.

પ્રથમ શરીરમાં વાયુ વધવાથી જઠરાગ્નિવિષમ થતાં કોઇકવાર સવારે તો કોઇક્વાર બપોરે તો સાંજે અલ્પભૂખ અથવા સાવ ભૂખ ના લાગવી. આહાર રસનું ધાતુઓમાં પોષણ ન મળવાથી શરીર પીળું અથવા ફીક્કુ થઇ જાય છે અને ઢોળા અંદર જતા રહ્યા હોય તેવું લાગે છે. ઊંઘ સરખી રીતે આવતી નથી.

શરીર સાવ ઢીલું થઇ જાય છે. આંખે અંધારા આવે છે. જમવાની ઇચ્છા થતી નથી અને ખાધેલુ પચતુ નથી, હાથ પગના હાડકામાં દુખાવો થાય છે અને શરીર ટટ્ટાર રહી શકતું ન હોવાથી વ્યક્તિ ટેકા વગર બેસી શકતું નથી. કોઇનું બોલવું સાંભળવું ગમતુ નથી. શરીર શિથિલ થઇ જતા કોઇ કાર્ય કરવું ગમતું નથી.  અને મન સતત વ્યગ્ર રહે છે. તેમજ અભ્યાસમાં મન લાગતું નથી.ઘણી વખત હાથ-પગનાં તળિયાનો દુખાવો થાય છે.

મૂત્રેંદ્રિયોમાં દુખાવો કે વેદના પણ થાય છે. તેમજ હાથ પગમાં ખાલી ચડેલી જાેવા મળે છે. મસ્તિસ્કમાં અસરા થતા કંઇ યાદના રહેવાનો લીધે યાદશક્તિ પણ ઓછી થઇજાય છે. અને કેટલીક વખત શરીરમાં આચકાંપણ આવે છે અને લો બીપી પણ થાઇ જાય છે. શુક્રસ્ત્રાવથી મસ્તિસ્કમાં વાયુવધવાથી નાકમાંથી કફનો લીટ રૂપે સ્ત્રાવ થાય છે અને આંખ માંથી પાણી પણ પડે છે. ઉંઘ સાવ ઓછી થઇ જાય છે.

રોજ સવારે નરણા કોઠે એક પતાસામાં વડનું તાજું દુધ ઝીલી તે પતાસુ ખાઈ જવું. અથવા વડના સુકા ટેટાનું એક ચમચી ચુર્ણ ફાકવું બાવળના લીલા પડીયાનો રસ સવાર-સાંજ પીવાથી સ્વપ્નદોષની ફરીયાદ દુર થશે.. અનુકુળ પ્રમાણમાં ડુંગળીના રસમાં ગાયનું ઘી અને મધ સવારે નરણા કોઠે ચાટવાથી સ્વપ્નદોષથી છુટકારો મળી શકે.

એક બદામનું ચુર્ણ, થોડું માખણ અને થોડું મધ મીક્સ કરીને ૮- ૧૦ દીવસ સવાર-સાંજ લેવાથી સ્વપ્નદોષની સમસ્યાથી આરામ મળશે. ગાયના એક ગ્લાસ દુધમાં ૩ ખજુર અને જરુરી ખાંડ નાખી ધીમા તાપે ઉકાળવું. જ્યારે દુધ અડધું થઈ જાય ત્યારે ખજુર સહીત દુધ પી જવું. ૧/૨ ગ્રામ લીલી એલચીનું ચુર્ણ અને ૩ ગ્રામ સુકા ધાણાના ચુર્ણમાં ૨ ગ્રામ વાટેલી ખાંડ નાખી સવારે નરણા કોઠે ખાવું.

આ તકલીફમાં નીચે પ્રમાણે આહાર વિહાર કરવો.
પથ્યઃ ઘઉં, ઘી, દૂધ, ચોખા, મગ, માખણ, કારેલા,પરવર, દૂધી, તાંદળજાની ભાજી-મેથી તેમજ લસણનો ઉપયોગ કરવો.તેમજ યુવાનોએ સારા સાહિત્યનું વાંચન કરવું. અપથ્યઃ અશ્ર્‌લિલ સાહિત્ય તેમજ પિક્ચરોનો ત્યાગ કરવો. બટેટા, ભીંડો, ગવાર, ટમેટા, ટીડોંરા અને દહીં જેવા ચીકાશવાળા પદાર્થોનો ત્યાગ કરવો. દારૂ, પાન, બીડી , સિગારેટ, તમાકુ નો સદંતર ત્યાગ કરવો.

એક અસરકારક ઔષધઃ શારીરિક, માનસિક અને જાતિય શિથિલતા તથા મનોદૈર્બલ્યને મટાડે છે.ભૂખ લાગે અને ક્રમે ક્રમે શક્તિનો સંચાર શરીરમાં થવા માંડે છે.આ ઔષધિ વિશેષ કરીને ધાતુગત દોષ હોય તેને મટાડી સપ્ત ધાતુની ક્રિયાને સમતુલ બનાવે છે. આધુનિક વિકૃતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્વપ્નદોષ, શુક્રાણુનું પ્રમાણ ઓછું હોય અને ગતિમાં મંદતા હોય ત્યારે તેની વૃધ્ધિ માટે આ ટીકડીનું સેવન લાભપ્રદ છે.

વય પ્રમાણે યુવાન સ્ત્રી નાની છોકરી જેવી લાગે એટલે કે વય પ્રમાણે અવયવો વિકસતા ન હોય, તેવું જ પુરૂષોને શુક્રકોષનો વિકાસ ન થવાથી વીર્યની ક્ષીણતા અંગોનો સંકોચ થતો હોય ત્યારે ઇંદ્રિયની શિથિલતા મટાડવા માટે આ ઔષધિ વપરાય છે..

ઘટકો: લોહભસ્મ ૩૦ મિલિ ગ્રામ, અંબર ૭.૫ મિલિ ગ્રામ, અભ્રક ભસ્મ ૫૦૦ પુટી ૧૫ મિલિ ગ્રામ, મકરધ્વજ ૬૦ મિલિ ગ્રામ, અનુપાન ૬૦ મિલિ ગ્રામ.  શરીરને પડતો ઘસારો રોકવા માટે આવા ઉત્તમ યોગનો ઉપયોગ જરૂરી છે. જેનાથી શરીરની માંગ પુરી શકાય છે.

આ એક આદર્શ સિધ્ધ ઔષધ છે. જેમાં ષોડશગુણ જારીત મકરધ્વજ ૫૦૦ પુટી અભ્રકભસ્મ, લોહ ભસ્મ, અંબર જેવી ઔષધિઓનું સપ્રમાણ મિશ્રણ આયુર્વેદિય ચિકિત્સાના બહોળા અનુભવના આધાર ઉપર એવા અનુપાન સાથે કરવામાં આવ્યું છે કે કોઇ વિપરીત અસર કર્યા વિના ઉપરોક્ત આવશ્યક્તાઓની પૂર્તી કરવાનું મહત્વનું કાર્ય કરે છે.

કજજ્લીના યોગ સાથે સુવર્ણનું મિશ્રણ કરી મકરધ્વજનું નિર્માણ કરવામાં આવે છે. આ યોગમાં સોળ વખત સુવર્ણ અને શુધ્ધગંધકનું જારણ કરી ષોડ્‌સગુઅણ મકરધ્વજ બનાવી આ યોગમાં વાપરવામાં આવેલ છે. મકરધ્વજને જંતુધ્ન, વિષશામક , હ્રદયને પુષ્ટિ આપનાર, વાજીકર, બલ્ય અને યોગવાહી કહેવામાં આવે છે.

જુદા જુદા અનુપાનથી અનેક રોગોમાં વૈદો વાપરે છે. શારિરીક અથવા માનસિક દુર્બળતા, ઔપસર્ગિક જ્વરના કારણે હ્રદયના સ્નાયુઓની દુર્બળતામાં લાભપ્રદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.