Western Times News

Gujarati News

દેશમાં કોરોનાના ૧૮,૯૮૭ નવા કેસ, ૨૪૬નાં મોત

Files Photo

નવીદિલ્હી, દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૧૮,૯૮૭ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૬ લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૩, ૪૦,૨૦,૭૩૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ૪,૫૧,૪૩૫ લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૩,૩૩,૬૨,૭૦૯ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૯,૮૦૮ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૨,૦૬,૫૮૬એ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૯૮.૦૭ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૩૩ ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૩,૦૧,૦૮૩ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૫૮.૭૬ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.દેશમાં અત્યાર સુધીમાં ૯૬,૮૨,૨૦,૯૯૭ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૩૫,૬૬,૩૪૭ લોકોને રસી આપવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.