Western Times News

Gujarati News

૧૯૮૦ બાદથી ત્રણ ગણી ગરમીનો કહેર વધ્યો

નવીદિલ્હી, ૧૯૮૦થી ગત કેટલાક દાયકામાં ભીષણ ગરમીનો સામનો કરનારાઓનો આંકડો વધીને ત્રણ ગણો થઇ ગયો છે.શહેરી ક્ષેત્રોમાં વધતી ગરમી દુનિયાની લગભગ એક ચતુર્થાસ વસ્તીને પ્રભાવિત કરી રહી છે આ માહિતી તાજેતરમાં કોલંબિયા વિશ્વ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં સામે આવી છે.

વૈજ્ઞાનિકોએ તેના માટે વૈશ્વિક તપાસમાનમાં થઇ રહેલ વધારો અને શહેરી ક્ષેત્રોમાં વધતી વસ્તીને જવાબદાર ઠેરવી છે આ સાથે ચેતવણી આપી છે કે તેના ધાતક પરિણામ સામે આવી શકે છે. અભ્યાસ અનુસાર ૧૯૮૩માં શહેરો પર છવાયેલી ભીષણ ગરમીનો ખતરો જયાં ૪,૦૦૦ કરોડ વ્યક્તિ દિવસ પ્રતિ વર્ષ હતો જે ૨૦૧૬માં લગભગ ત્રણ ગણા વધારા સાથે ૧૧,૯૦૦ કરોડ વ્યક્તિ દિવસ પ્રતિ વર્ષ પર પહોંચી ગયું જેનો અર્થ છે કે તેમાં ૨૧૦ કરોડ વ્યક્તિ દિવસ પ્રતિ વર્ષના દરથી વધારો થયો છે.

આ અભ્યાસમાં દુનિયાના ૧૩,૧૧૫ શહેરોમાં ગરમીના વધતા ખતરાનો અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં ભારતના પણ શહેર સામેલ છે. અનુમાન છે કે લગભગ બે તૃત્યાંશ ભાગ માટે શહેરી ક્ષેત્રોમાં તેજીથી વધી રહેલી વસ્તી અને ત્રીજા ભાગ માટે તેજીથી વધતુ તાપમાન જવાબદાર છે. આમ પણ ભારત સહિત દક્ષિણ એશિયા પર ભીષણ ગરમીનો ખતરો અન્ય ક્ષેત્રની સરખામણીમાં વધુ છે.

દક્ષિણ એશિયામાં દુનિયાની લગભગ એક ચતુર્થાશ વસ્તીના ઘર છે આ ક્ષેત્રમાં પહેલા જ ખુબ વધુ ગરમી પડે છે સાથે જ હવામાન પણ નમ રહે છે લોકો ગરીબ છે ગીચ વસ્તીવાળા ક્ષેત્રોમાં રહે છે આ કારણે એર કંડીશન તેમની પહોંચની બહાર છે એટલું જ નહીં અહીંની લગભગ ૬૦ ટકા વસ્તી કૃષિ કાર્યોમાં લાગેલ છે આવામાં વધતા તાપમાન તેમના માટે એક મોટો ખતરો છે.

અભ્યાસમાં ભારતમાં દર વર્ષે ભીષણ ગરમીને કારણે લગભગ ૮૩,૭૦૦ લોકોના જીવ જઇ રહ્યાં છે એટલું જ નહીં જયાં એક તરફ વૈશ્વિક સ્તર પર ૨૦૦૦થી ૨૦૧૯ની વચ્ચે ઠંડીને કારણે મૃત્યુમાં ૦.૫૧ ટકાની કમી આવી છે ત્યાં બીજી તરફ ગરમીને કારણે થનાર મૃત્યુમાં ૦.૨૧ ટકાનો વધારો થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.