Western Times News

Gujarati News

બાળવિવાહના કારણે રોજની ૬૦ બાળા મોતને ભેટે છે: ચોંકાવનારો અભ્યાસ

નવીદિલ્હી, બાળકોના અધિકાર માટે કામ કરતી સંસ્થા સેવ ધી ચિલ્ડ્રન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિપોર્ટમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં બાળવિવાહના કારણે રોજની ૬૦થી વધારે બાળાઓનાં મોત થાય છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે મા-બાપ બાળવયે જ પુત્રીઓનાં લગ્ન કરી દે છે. નાની વયે માતા બનવાના કારણે દર વર્ષે ૨૨૦૦૦ છોકરીઓનાં મોત થાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે દક્ષિણ એશિયામાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ અને ચિંતાજનક છે.

આ ક્ષેત્રમાં રોજ છ છોકરીઓનાં મોત થાય છે. તે પછી પૂર્વીય એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં દર વર્ષે ૬૫૦ મોત થાય છે. જ્યારે લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રમાં દર વર્ષે ૫૬૦ છોકરીઓનાં મોત થાય છે.

આ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે વિશ્વભરમાં પાછલા ૨૫ વર્ષથી બાળવિવાહને રોકવાના ભરપૂર પ્રયાસો વચ્ચે લગભગ આઠ કરોડ બાળવિવાહોને રોકવામાં આવ્યાં હતાં. જાેકે કોરોના રોગચાળાના કારણે ફરી એકવાર બાળવિવાહમાં વધારો નોંધાયો છે. કોરોનાના કારણે ધંધારોજગાર બંધ હતાં અને શાળાઓ પણ બંધ હતી તેથી બાળવિવાહના કિસ્સામાં વધારો થયો છે.

રિપોર્ટમાં જણાવાયું હતું કે કોેરોના રોગચાળા દરમિયાન બાળવિવાહ ઉપરાંત મહિલાઓ ર્પ્રત્યેની હિંસાના કેસીસમાં વધારો થયો હતો. જાે પરિસ્થિતિ એવી જ જળવાશે તો ૨૦૩૦ સુધીમાં વધુ એક કરોડ બાળવિવાહ થવાનો અંદાજ છે. નોંધનીય છે કે પાછલા મહિને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ૨૦૨૦માં બાળવિવાહના કિસ્સામાં પાછલા વર્ષની તુલનાએ ૫૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.