Western Times News

Gujarati News

દેશમાં હજુ પણ ૨, ૦૩, ૬૭૮ એક્ટિવ કેસ: આજે કોરોનાના ૧૬, ૮૬૨ કેસ નોંધાયા

નવીદિલ્હી, ભારતમાંથી હાલ કોરોનાની અસર ઓછી થતી જાેવા મળી રહી છે. ગત ૨૪ કલાકમાં આ કોરોનાના ૧૬ હજાર કેસ સામે આવ્યા છે. વિજ્યાદશમીના પ્રસંગ પર કેસની આટલી ઓછી સંખ્યા એવું દર્શાવે છે કે ભારતમાં કોરોના દહન થવાનું છે. ભારતમાં આજે કોરોનાના ૧૬, ૮૬૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત ઓછી થતી નજરે આવી રહી છે. વર્તમાનમાં અહીં ૨ લાખની નજીક એક્ટિવ કેસ છે.

દેશમાં એક્ટિવ કેસનોની સંખ્યા પણ કુલ મામલાના કુલ એક ટકા છે. આ માર્ચ ૨૦૨૦ બાદથી સૌથી ઓછા છે. રાહતની વાત એ છે કે દર રોજ જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે તેનાથી વધારે લોકો સાજા થઈ રહ્યા છે. ગત ૨૪ કલાકમાં ૧૯, ૩૯૧ લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે. જે બાદથી કોરોનાથી સાજા થનારા કુલ મામલાની સંખ્યા ૩,૩૩ ૮૨, ૧૦૦ સુધી પહોંચી ચૂકી છે.

ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત નીચે આવી રહી છે. હાલમાં દેશમાં ૨, ૦૩, ૬૭૮ એક્ટિવ કેસ છે. જે ૨૧૬માં સૌથી ઓછા છે. આ ઉપરાંત અઠવાડિક પોઝિટિવિટી રેટ ૩ ટકાની નીચે છે. આ ૧.૪૨ ટકા છે. જ્યારે ગત ૧૧૨ દિવસમાં સૌથી ઓછા છે. ત્યારે દૈનિક પોઝિટિવિટી રેટ પણ ૧.૪૩ ટકા છે.

આ ઉપરાંત દેશભરમાં કોરોના મામલાની ઓળખ કરવા માટે ટેસ્ટિંગ જારી છે. જે અંતર્ગત અત્યાર સુધી ૫૮.૮૮ કરોડ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. આની સાથે દેશના લોકોને કોરોનાથી સુરક્ષા આપવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી ૯૭.૧૪ કરોડ રસી અપાઈ ચૂકી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.