Western Times News

Gujarati News

વિરાટ કોહલી પાસે ICC ટ્રોફી જીતવાની શાનદાર તક

દુબઈ, આઇસીસી ટી ૨૦ વર્લ્‌ડ કપની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તે વર્લ્‌ડ કપની શરૂઆત થઈ ગઈ છે. અને ૨૩ ઓક્ટોબરથી સુપર-૧૨ રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટ જીતવાની મજબૂત દાવેદારના રૂપમમાં મેદાને ઉતરવાની છે. ભારતીય ટીમ ૨૪ ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ભલે ભારતીય ટીમ વર્લ્‌ડ કપ જીતવા માટે ફેવરીટ લીસ્ટમાં છે. પણ ઘણા બધા પાસાઓને ભારતીય ટીમે ધ્યાન પર લેવું પડશે. ભારતના મોટા ભાગના ખેલાડી આઇપીએલ રમી રહ્યા છે.આઇપીએલનો આ લેગ દુબઈમાં રમાઈ રહ્યો છે. ત્યારે, દુબઈમાં રમાનારો ટી ૨૦ વર્લ્‌ડ કપ પણ દુબઈમાં જ રમાવાનો છે.

જેથી ભારતીય ટીમના ખેલાડીઓને ફાયદો થશે. કેમ કે ભારતીય ખેલાડી ત્યાંની પરિસ્થિતિ સાથે મેળ આવશે. ભારતએ દુબઈની પીચને ધ્યામાં રાખી સ્પિનર્સનો સમાવેશ કર્યો છે. ત્યારે, સ્પિન ડિપાર્ટમેન્ટમાં પણ ભારતીય ટીમે વેરિએશન રાખ્યો છે. જેમાં, અશ્વિન ઓફ સ્પિનર છે. રવિન્દ્ર જાડેજા લેફ્ટ આર્મ ઓર્થોડોક્ષ સ્પિનર છે. જ્યારે, રાહુલ ચહર લેગ સ્પિનર છે. સાથે જ મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તિનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. તો બીજી તરફ ડેથ ઓવર્સમાં બોલિંગ કરવા માટે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ છે.

બેટિંગની વાત કરવામાં આવે તો સુર્યકુમાર યાદવના ટીમમાં આવવાથી ટીમને બળ મળ્યું છે. જ્યારે, ટોપના મિડલ ઓર્ડર બેટ્‌સમેન પણ ભારતીય ટીમમાં છે. જેમાં, રિષભ પંત, ઈશન કિશન અને હાર્દિક પંડ્યા.ભારત પાસે ત્રણ ઓપનિંગ બેટ્‌સમેન છે. જેમાં, વિરાટ કોહલી, કે એલ રાહુલ અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. પણ આ ત્રણેય બેટ્‌સમેનને સેટ થવામાં ટાઈમ લાગે છે. જેના કારણે ભારતને પિન્ચ હિટર ઓપનરની કમી ખલશે.

જ્યારે, બોલિંગમાં પણ માત્ર ત્રણ પેસ બોલર્સ લેવાયા છે. જે પણ ભારત માટે કમજાેરી બની શકે છે. મોહમ્મદ શમી પેસ બોલર છે પણ તે ટેસ્ટ અને વન ડેમાં સારી બોલિંગ કરી શકે છે. ભલે શમીએ ૨૦૧૯ ૈંઁન્થી સારું પર્ફોર્મ કર્યું છે. પણ દિપક ચહરની ટીમને કમી ચોક્કસથી રહેશે.

જાે ભારતીય ટીમના ખેલાડીઓ પોતાના આઇપીએલ પર્ફોમન્સને કન્ટિન્યુ રાખશે. તો વિરાટ કોહલી પોતાની સુકાની હેઠળ ભારતને એક આઇસીસી ટ્રોફી જીતાવી શકે છે. જાે બોલિંગના પોઈન્ટ ઓફ વ્યુથી વાત કરીએ તો અશ્વિન સ્પિન બોલિંગથી ઓપનિંગ ઓવર્સ ફેંકી શકે છે. જેના કારણે સામેની ટીમોને તે મોટું નુકસાન કરાવી શકે છે. ત્યારે, ૪ સ્પિન બોલર્સ સાથે ઉતરેલી ટીમને સ્પિનર્સ ફાયદો અપાવી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.