Western Times News

Gujarati News

મહિન્દ્રાએ ક્રિશ-ઇ મોબાઇલ એપ્સના રીલિઝ માટેના બ્રાન્ડ એમ્બેસેડર મનોજ બાજપેયી

મુંબઈ, એમએન્ડએમના નવી ફાર્મિંગ એઝ એ સર્વિસ (FaaS) બિઝનેસ ક્રિશ-ઇએ આજે ખેડૂતો માટે ઉપયોગી બે નવી એપ ક્રિશ-ઇ એપ અને ક્રિશ-ઇ નિદાન એપપ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. વળી ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ અભિનેતા મનોજ બાજપેયી ક્રિશ-ઇની સૌપ્રથમ ડીવીસીના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળશે.

વર્ષ 2020માં ક્રિશ-ઇ મહિન્દ્રામાંથી નવું બિઝનેસ વર્ટિકલ છે, જે ટેકનોલોજી સંચાલિત સેવાઓ પ્રદાન કરે છે, જે ખેડૂતો માટે પ્રગતિકારક, વાજબી અને સુલભ છે. ઓમ્નિ-ચેનલ હાજરી સાથે ક્રિશ-ઇનો ઉદ્દેશ સંપૂર્ણ પાક ચક્રમાં ફિઝિકલ અને ડિજિટલ સેવાઓ દ્વારા કૃષિ આવક વધારવાનો છે. નવી ડીવીસી ખેડૂતોને ક્રિશ-ઇ એપના વિશિષ્ટ લાભ વિશે જણાવવા પર કેન્દ્રિત છે. એમાં દેશના સૌથી વિવિધતાસભર અભિનેતાઓ પૈકીના એક અને ખેતીવાડીમાં ઊંડા મૂળિયા ધરાવતા મનોજ બાજપેયી જોવા મળશે.

નવી ડીવીસી દ્વારા ક્રિશ-ઇ ખેડૂતોને ખેતીવાડીના કામગીરીના આયોજન અને અમલીકરણમાં પડકારો દર્શાવશે તેમજ ક્રિશ-ઇ એપ ખેડૂતોને કુશળ સલાહ પ્રદાન કરવા તથા વિવિધ ભાષાઓમાં ઓડિયો અને વીડિયો કન્ટેન્ટનો ઉપયોગ કરીને જુદાં જુદાં પાક અને વિસ્તારોમાં ખેતીવાડીની શ્રેષ્ઠ રીતો પ્રસ્તુત કરીને કેવી રીતે મદદરૂપ થશે એ પણ દર્શાવ્યું છે.

આ પ્રસંગે અને ક્રિશ-ઇ મોબાઇલ એપ્સના લોંચ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતું કે, “ક્રિશ-ઇ ખેતીવાડીના પરિણામો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આજે પ્રસ્તુત થયેલી એપ્સ મહિન્દ્રાના કૃષિમાં પરિવર્તન કરવા અને ખેડૂતોનાં જીવનને સમૃદ્ધ કરવાના બૃહદ્ ઉદ્દેશ પ્રત્યેની કટિબદ્ધતા વ્યક્ત કરે છે.

એગ્રોનોમીની ક્ષમતા અને ડેટા-સંચાલિત ખેતીવાડી માટે ઉપયોગી જાણકારી ખેડૂતોને આપીને અમે ખેડૂતોની તેમની એકરદીઠ આવક વધારવામાં મદદરૂપ થઈએ છીએ. અમને ખેતીવાડીમાં પોતાના પરિવારના મૂળિયા ધરાવતા અને મોટા પાયે અપીલ ધરાવતા અભિનેતા મનોજ બાજપેયીને બોર્ડ પર લેવાની ખુશી છે. મનોજ અધિકૃતા, સ્પષ્ટતા અને નમ્રતાનું શ્રેષ્ઠ સંતુલન ધરાવે છે તેમજ અમારી બ્રાન્ડના મૂલ્યો સાથે પરફેક્ટ ફિટ છે. મનોજને ઓન બોર્ડ લેવાથી અમને ક્રિશ-ઇ બ્રાન્ડ વધારે મજબૂત થવાની ખાતરી છે.”

ક્રિશ-ઇ એપ વૈજ્ઞાનિક, ફિલ્ડમાં માન્ય અને વ્યક્તિગત પાક સલાહ પ્રાદન કરે છે, જે ખેડૂતો માટે સમજી શકાય એવી સરળ ફોર્મેટ રજૂ કરે છે

·         શેરડી, બટાટા, સોયાબીન, મરચું અને ડાંગર પર નિષ્ણાતની સલાહ, 8 વિવિધ ભારતીય ભાષાઓમાં

·         ‘ક્રોપ કેલેન્ડર’, ‘ફર્ટિલાઇઝર કેલ્ક્યુલેટર’ અને ‘સ્પ્રે કેલ્ક્યુલેટર’ જેવા વિવિધ એક્ટિવિટી મોડ્યુલ્સ દ્વારા સંપૂર્ણ સલાહ

·         ‘ડિજિટલ ખાતા’ નામના તમામ પ્રકારના વ્યવહારોનો રેકોર્ડ રાખવા ડિજિટલ ડાયરી

·         પોતાની નાણાકીય બાબતો પર નજર રાખવા ખેડૂતોને મદદ કરવા ‘લેણ-દેણ ડાયરી’

·         ખેડૂતો માટે ઇન-એપ ‘હેલ્પલાઇન’, જે તેમને ક્રિશ-ઇ સહાયકો સાથે જોડવામાં અને તેમના પ્રશ્રોનું સમાધાન કરવામાં મદદરૂપ થશે

·         ફાર્મ મશીનરી, જેને ક્રિશ-ઇ ટોલ ફ્રી નંબરો દ્વારા ખેડૂતો દ્વારા ભાડા પર લઈ શકાશે, જે કોઈ પણ મિકેનાઇઝેશનની જરૂરિયાત પૂર્ણ કરશે

બીજી તરફ ક્રિશ-ઇ નિદાન એપ રિટલ ટાઇમમાં પાકના રોગને ઓળખતી એપ છે, જે ખેડૂતને 20થી વધારે સૌથી વધુ લોકપ્રિય પાકના છોડ સાથે સંબંધિત સામાન્ય રોગો અ જીવાતો ઓળખવામાં મદદરૂપ થશે. એપ જંતુ/રોગને તાત્કાલિક સચોટ રીતે ઓળખવામાં મદદરૂપ થશે અને રિયલ ટાઇમ સમાધાનો પ્રદાન કરે છે. ક્રિશ-ઇ નિદાનની ટેગલાઇન ‘ફોટો લો, રોગ જાનો’ છે. આ અતિ વિશિષ્ટ મોબાઇલ એપ સોલ્યુશન છે, જે બે અદ્યતન ટેકનોલોજી ધરાવે છે – ઇમેજ રેકગ્નિશન અને મશીન લર્નિંગ. ખેડૂતોને એપ પર અસરગ્રસ્ત વિસ્તાર સાથે તેમના પાકની સ્પષ્ટ ઇમેજ અપલોડ કરવાની જરૂર છે. થોડી સેકન્ડમાં એપ્લિકેશન પાકને અસરગ્રસ્ત કરતા જીવાત કે રોગનું નિદાન કરશે અને નિવારણાત્મક અને સમાધાન કરવાના પગલાંની ભલામણ કરશે.

બંને એપ ગૂગલ પ્લે સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે.  ઓમ્નિ-ચેનલ અભિગમ સાથે ક્રિશ-ઇ એગ્રોનોમી, મિકેનાઇઝેશન અને ડિજિટાઇઝેશનના પાવરનો સમન્વય કરીને કૃષિલક્ષી પરિણામોમાં ફરક લાવવા સજ્જ છે. 90થી વધારે ક્રિશ-ઇ સ્ટોર્સ અને આશરે 3,500 ડેમો પ્લોટ્સ સાથે ક્રિશ-ઇ ખેતીવાડીમાં અસર કરવા ખેડૂતો સાથે કામ કરે છે. ક્રિશ-ઇ દ્વારા મહિન્દ્રા ‘ચેમ્પિયન ફાર્મર્સ’નો દેશ બનાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.