Western Times News

Gujarati News

મહામારી ખતમ થવા જઈ રહી છેઃ હેલ્થ એક્સપર્ટ્‌સ

બેંગાલુરૂ, હાલ કોવિડ-૧૯ સંક્રમણની કોઈ નવી લહેરના સંકેત જાેવા મળી રહ્યા નથી. જેના કારણે પહેલી અને બીજી લહેરના સમયગાળાના આધારે કેટલાંક વાયરોલોજિસ્ટ્‌સ અને ડૉક્ટર્સે સલાહ આપી હતી કે, ઓક્ટોબર-નવેમ્બરમાં ત્રીજી લહેર આવશે. તો હેલ્થ એક્સપર્ટ્‌સની સલાહ છે કે, કોરોના મહામારી ખતમ થવા જઈ રહી છે. હેલ્થ એક્સપર્ટ્‌સનું કહેવું છે કે, ઓક્ટોબરના મધ્ય સુધી કરવામાં આવેલા જીનોમીક સીક્વન્સીંગ અને અન્ય અભ્યાસોથી સામે આવ્યું છે કે, વાયરસના પરિવર્તનના કોઈ સંકેત નથી અને નવો વેરિઅન્ટ પણ સામે આવ્યો નથી.

સાથે જે સંક્રમણ થઈ શકે છે જે મોટા ભાગે હળવું હોય છે અને આ કેસ ઓછા હોવાની સંભાવના છે. જાે કે, સરકાર અને નિષ્ણાંતોએ નાગરિકોને આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી કોવિડના વર્તનને સુનિશ્ચિત કરવા માટે આગ્રહ કર્યો છે કે જ્યારે ટારગેટ વસતીને સંપૂર્ણપણે રસી આપવામાં આવે એવી આશા છે.

હેલ્થ કમિશનર રણદીપ ડીનું કહેવું છે કે, જીનોમિક સીક્વન્સીંગ સાવધાનીપૂર્વક કરવામાં આવી રહી છે અને દરરોજ ૧૦ ટકા પોઝિટિવ સેમ્પલનો અભ્યાસ કરવામાં આવે છે. સારી વાત એ છે કે, કોવિડ-૧૯ના નવા વેરિઅન્ટને લઈને કોઈ પુરાવા નથી. આ સિવાય અનેક નિષ્ણાંતો મહામારીના નવા પ્રકોપને પણ નકારી રહ્યા છે. જીછઇજી-ર્ઝ્રફ-૨ના જીનોમીક સીક્વન્સીંગના નોડલ ઓફિસર ડો. વી. રવિએ જણાવ્યું કે, અભ્યાસ જણાવે છે કે સંક્રમણ કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ સુધી સિમીત છે અને તે પણ ઘટી રહ્યા છે.

દેશમાં ચાલી રહેલા રસીકરણના કારણે તે તીવ્રતા ગુમાવી ચુક્યુ છે અને એક મ્યુટેશનની શક્યતા કે જે નવો વેરિઅન્ટ હોય તેની શક્યતા ઓછી જણાઈ રહી છે. તેમનું કહેવું છે કે, દક્ષિણ અમેરિકા અને સાઉથ આફ્રિકા સુધી સિમીત એમયુ અને સી.૧.૨ જેવા નવા સંક્રમણ ભારતમાં દેખાય એ શક્યતા નથી.

એટલું જ નહીં જાે નવો વેરિઅન્ટ છે તો તે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની જેમ ઘાતક હોવાની શક્યતા પણ ઓછી છે કે જેના કારણે બીજી લહેર આવી હતી. કારણકે રસીકરણના લીધે સુરક્ષા સાબિત થઈ ગઈ છે. હેલ્થ કમિશનર રણદીપ ડીનું કહેવું છે કે, જાે કે, હજુ પણ આપણે વધારે સાવધાન રહેવાની જરૂર છે અને કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવું જાેઈએ કે જ્યાં સુધી આપણે ૧૦૦ ટકા રસીનો બીજાે ડોઝ ના લઈ લઈએ.

અમને ખાતરી છે કે, મહામારી સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. અત્યાર સુધી કર્ણાટકમાં પાંચ કરોડ ટારગેટ વસતીના લગભગ ૮૦ ટકા લોકોને રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે અને ૩૦ ટકા લોકોને બીજાે ડોઝ પણ અપાઈ ચૂક્યો છે. આ રાષ્ટ્રીય લેવલે સરેરાશ ૭૦ ટકા પહેલો ડોઝ અને ૩૦ ટકા બીજા ડોઝ કરતા વધારે છે.

સ્ટેટ કોવિડ-૧૯ ટેકનીકલ એડવાઈઝરી કમિટીના ચેરમેન ડૉ. એમ.કે. સુદર્શનના જણાવ્યા મુજબ, ગયા વર્ષે જૂન મહિના બાદ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જે રીતે રસીકરણ ચાલી રહ્યું એ જાેતા લાગે છે કે નવી લહેરની શક્યતા નથી. તો ચીફ સેક્રેટરી પી.રવિકુમારે જણાવ્યું કે, વેક્સીન સપ્લાયની કોઈ સમસ્યા નથી.

કારણ કે રાજ્યમાં ૫૦ લાખ ડોઝનો જથ્થો છે અને ફેબ્રુઆરી સુધીમાં ૧૦૦ ટકા બીજાે ડોઝ આપી દેવાની આશા છે. એવું લાગી રહ્યું છે કે બીજી વેવ સમાપ્ત થઈ ગઈ છે અને લોકોએ રસીકરણનો ટારગેટ પૂર્ણ ન થાય ત્યાં સુધી જવાબદાર અને પ્રોટોકોલનું પાલન કરીને લહેરથી બચવામાં મદદ કરવી જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.