Western Times News

Gujarati News

ગરીબ છોકરીને ૧૦ રૂપિયા આપવા બદલ ટ્રોલ થઈ સારા

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન વીકેન્ડ પર ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે લંચ પર ગઈ હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે ત્રણેયને એકસાથે પોતાના કેમેરામાં ક્લિક કર્યા હતા. જ્યાં ભાઈ-બહેને (સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન) એક ગરીબ છોકરીને ખાવા માટે બિસ્કિટ આપ્યા હતા જ્યારે અમૃતા સિંહે તેને પૈસા આપ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં તમે જાેઈ શકો છો કે લંચ કર્યા પછી ઘરે જતી વખતે સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન અને અમૃતા સિંહ કારમાં બેસવા માટે જાય છે. આ દરમિયાન એક ગરીબ છોકરી તેઓ પાસે ખાવા માટે પૈસા માગે છે. ત્યારે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન તે છોકરીને બિસ્કિટના પેકેટ આપે છે. જ્યારે અમૃતા સિંહ તે ગરીબ મહિલાને પૈસા આપે છે. ત્યારે હવે ગરીબ છોકરીને ૧૦ રૂપિયા આપવા બદલ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા ટ્રોલર્સે કહ્યું કે ‘સારા અલી ખાને ગરીબ યુવતીને ખૂબ ઓછા રૂપિયાની મદદ કરી, તેણે માત્ર ૧૦ રૂપિયા આપ્યા.’ એક યૂઝરે લખ્યું કે ‘કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતી સારા અલી ખાને ગરીબ છોકરીને માત્ર ૧૦ રૂપિયાની મદદ કરી.’ જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે ‘૧૦ રૂપિયાનું બિસ્કિટ…ગજબનું અપમાન.’ એક યૂઝરે લખ્યું કે ‘આના કરતા તો મિડલ ક્લાસ વ્યક્તિ ભિખારીને વધુ દાન કરે છે.’ ત્યારે એક યૂઝરે તો એવું લખ્યું કે ‘જાેરદાર…સારા અલી ખાન પાસે ૧૦ રૂપિયાની નોટ પણ હોય છે.’

અહીં નોંધનીય છે કે સારા અલી ખાનનો સમાવેશ એવી અભિનેત્રીઓમાં થાય છે જે પોતાના અંગત જીવન વિશે પણ ખુલીને વાત કરે છે. તેણે ઘણી વાર પોતાના માતા-પિતાના છૂટાછેડા, કરીના સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.

સારા અલી ખાને કહ્યું હતું કે, હું મારી માતા સાથે રહુ છું. તે મારા બેસ્ટ ફ્રેન્ડ છે. મારા પિતા સાથે પણ મારી સારી મિત્રતા છે. તે હંમેશાં મારાથી એક ફોન કૉલ દૂર હોય છે. હું જ્યારે ઈચ્છુ ત્યારે તેમને મળી શકુ છું. કરીના અને હું સારા મિત્રો બની ગયા છીએ. મારા માટે તેમને સ્વીકારવા સરળ હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.