Western Times News

Gujarati News

કૂર્તિ ખરીદવાના નામે એક વેપારીને ઘરે બોલાવી ફસાવ્યો

પ્રતિકાત્મક

અમદાવાદ, આજકાલ હની ટ્રેપ દ્વારા કોઈ વ્યક્તિને ફસાવીને મોટી રકમ પડાવી લેઈ શોર્ટકટ રીતે રુપિયા કમાવવા માટે લેભાગુ તત્વો જુદા જુદા કિમિયા અજમાવતા હોય છે. તેવામાં આવી રીતે રુપિયા કમાવવાનો રસ્તો કાં તો બરબાદી તરફ લઈ જતો હોય છે કાં તો જેલના સળિયા પાછળ ધકેલી દે છે આવું જ કંઈક બન્યું છે અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં જેમાં એક મહિલા સહિત કુલ ૬ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને જેમાં પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અન્ય ચાર આરોપીઓ જે ફરાર છે તેની શોધખોળ હાથ ધરી છે.

સોનીની ચાલ પાસે લેડીઝ ડ્રેસ મટિરિયલનો ધંધો કરતા વેપારીને ત્યાં એક મહિલા ડ્રેસ જાેવા આવી અને પોતે સુરતથી આવે છે અને ડ્રેસનો ધંધો કરવા માટે ડ્રેસ લેવા છે તેમ કહીને શ્રુતિ નામની મહિલાએ વેપારીનો મોબાઈલ નંબર પણ લીધો અને બાદમાં આવીશ તેમ કહીને આરોપી મહિલા વેપારીને દુકાન માંથી જતી રહી અને બાદમાં સમગ્ર હની ટ્રેપનો ફિલ્મી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો, થોડા દિવસ બાદ આરોપી મહિલાએ વેપારીને ફોન કરીને ડ્રેસના મટીરીયલના પોસ્ટર ફોટા લઈને બોલાવ્યો હતો.

પરંતુ વેપારી પોતે વ્યસ્ત હોવાનું કહીને મુલાકાતને ટાળી દીધી હતી.પરંતુ સ્વરૂપવાન અને ચાલક મહિલાએ પોતાની યુક્તિ વાપરીને આખરે વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો અને વેપારી પણ પોતાના ધંધાની લાલચમાં મહિલાએ બોલાવેલા ફ્લેટ પર પોહચી ગયો હતો.

સ્વરૂપવાન મહિલાઓ પોતાની મોહજાળમાં ઘણા વેપારીઓને ફસવાતી હોય છે અને આવા કિસ્સાઓને પોલીસ વિભાગમાં હની ટ્રેપના કિસ્સા તરીકે ઓળખવામાં આવતો હોય છે જેમાં વેપારીને મહિલા દ્વારા તેની મોહક જાળમાં ફસાવવામાં આવતા હોય છે અને બાદમાં પોલીસ કેસ અથવા તો બદનામ કરી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવવાનો ખેલ ખેલાતો હોય છે કૃષ્ણનગર પોલીસ મથકે વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં પણ આવું જ કંઈક બન્યું છે પરંતુ વેપારીની થોડી ચલાકીએ આજે તેને લાખો રૂપિયાની નુકશાનીમાંથી બચાવી લીધો છે.

શ્રુતિ નામની મહિલાએ વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો ત્યારબાદ મહિલા દ્વારા ફ્લેટમો દરવાજાે બંધ કરી દેવામાં આવ્યો હતો અને બાદમાં થોડીવાર પછી ફ્લેટનો દરવાજાે ખખડવાનો આવાજ આવે છે અને દરવાજાની બીજે છેડે બે અન્ય લોકો ઉભેલા જાેવા મળે છે અને તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવ્યા હોવાની ઓળખાણ આપીને વેપારીને મારમારીને રૂપિયા ૧૦ લાખની માંગણી કરવામાં આવે છે અને બાદમાં આખોય મામલો રૂપિયા ચાર લાખ માં સેટલમેન્ટ કરવાની વાત વેપારી અને આરોપીઓ વચ્ચે થાય છે.

કૃષ્ણનગરના આ હનીટ્રેપના કિસ્સામાં વેપારી અને આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતના અંતે વેપારી રૂપિયા ચાર લાખ લેવા દુકાને જવું પડશે.

તેવુ કહેતા આ ગેંગના સભ્યોમાંથી બે સભ્યો વેપારીને ગાડી બેસાડીને વેપારીની દુકાને લઈ જાય છે અને ત્યાં વેપારીએ પોતાના દીકરાને સમગ્ર હકીકતની જાણ કરી હતી અને બાદમાં વેપારીએ પણ ચલાકી વાપરીને રૂપિયાની સગવડ કરવા જવું પડશે તેમ કહીને છટકી ગયો હતો અને બાદમાં ફરિયાદી એવા વેપારીએ પોતાના વકીલ મારફતે પોલીસ ફરિયાદ કરી હતી અને આ મામલે પોલીસે નરેશભાઈ અને અરવિંદભાઈની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. વધુમાં હાલ પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં માટે તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.