Western Times News

Gujarati News

&પિક્ચર્સ પર ૧૪ ફેરેના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર

રાજપુત લડકા, જટ લડકી ઔર ઉનકી સિયાપ્પે સે ભરી શાદી- ૧૪ ફેરેએ આ ઓક્ટોબરમાં એન્ડપિક્ચર્સ પર તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે તમારી ટીવી સ્ક્રીનને ડબલ પાગલપણાથી ભરી દેવા તૈયાર છે. લગ્ન અને મુશ્કેલીઓ એ એકબીજાનું સામાનાર્થી છે.

કોઇપણ લગ્ન એવા નહીં હોય, જે પારિવારિક મસ્તીઓ વગર પૂરા થતા હોય! આ લગ્નની સિઝનમાં કોલેજમાં જાણિતા સંજુ અને અદિતિની વાત છે, જે આપણને મનોરંજક અને ઉત્સાહથી ભરપૂર રાઈડ પર લઈ જશે કે,મકે તેમને એક નહીં પણ બે લગ્ન યોજ્યા છે!

અલગ-અલગ પરિવારોમાંથી આવતા હોવાની મુશ્કેલી છતા પણ સંજુ અને અદિતીએ પોતાને એક બીનપરંપરાગત લગ્નમાં ઉત્સાહિત છે. આ ફિલ્મએ એક તોફાની લગ્નના આયોજન વિશેની છે, જેમાં હાસ્ય, નાટક અને અલગ જ પ્રકારના સાહસો મુખ્ય છે.

દેવાંશુ સિંઘ દ્વારા ડિરેક્ટ આ મૂવીમાં પ્રતિભાશાળી વિક્રાંત મેસ્સી અને ક્રિતિ ખરબંદા મુખ્ય ભૂમિકામાં છે, ઉપરાંત તેની સાથે ગૌહર ખાન અને જમીલ ખાન પણ અગ્રણી ભૂમિકામાં છે. તો, આ વર્ષના સૌથી ઉમંગ ભર્યા લગ્ન માટે, કેમકે ૧૪ ફેરેનું વર્લ્‌ડ ટેલિવિઝન પ્રિમિયર હશે, ૨૪મી ઓક્ટોબર બપોરે ૧૨ વાગે ફક્ત એન્ડપિક્ચર્સ પર.

વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર વિશે જણાવતા, વિક્રાંત મેસી કહે છે, “નવીતનમ પાત્ર અને સ્ક્રીપ્ટએ હંમેશા મારા જુસ્સામાં વધારો કર્યો છે. ૧૪ ફેરેએ યુવા, નવીનતમ પ્રેમકથા છે, જેમાં કોમેડી, ધમાલ, રોમાન્સ સહિતની બધા જ બાબતોની સાથે એક શ્રેષ્ઠ સંદેશ પણ આ વાર્તાનો એક હિસ્સો છે. સાથોસાથ ક્રિતિ અને ગૌહર જે બંને પર મને લાંબા સમયથી ક્રશ હતો, તેમની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.