Western Times News

Gujarati News

&ટીવી પર રજૂ થતાં શોમાં કરવાચોથની ભવ્ય ઉજવણી કરવામાં આવી

કરવાચોથ સૌથી લોકપ્રિય ભારતીય તહેવારમાંથી એક છે, જે પતિ અને પત્ની વચ્ચે સંબંધોની ઉજવણી છે. એન્ડટીવી પર ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કી, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈ આ તહેવારને ધામધૂમથી ઊજવશે. ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કીમાં વરુણ (અક્ષય મ્હાત્રે)

અને ગેંડા (શ્રેણુ પરીખ) વચ્ચે પ્રેમ અને આદર વધી રહ્યા છે, હપ્પુ કી ઉલટન પલટનમાં બિમલેશ (સપના સિકરવાર) અને બેની (વિશ્વનાથ ચેટરજી) તથા રાજેશ (કામના પાઠક) અને હપ્પુ (યોગેશ ત્રિપાઠી) સંયુક્ત કરવાચોથની ઉજવણી કરી રહ્યાં છે, જ્યારે ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભી (શુભાંગી અત્રે) અને તિવારીજી (રોહિતાશ ગૌર)નાં લગ્નને દસ વર્ષ પૂરાં થયાં હોવાથી તેમની વચ્ચેના મજબૂત સંબંધોની સરાહના કરી રહ્યા છે ત્યારે એન્ડટીવી પર રોમાંચક કરવાચોથની ઉજવણી જોવી રહી.

એન્ડટીવી પર ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કીની વાર્તા વિશે વધુ વિગતો આપતાં ગેંડા અગરવાલ તરીકે જોવા મળતી શ્રેણુ પરીખ કહે છે, “વરુણ અને ગેંડા વચ્ચે આદર અને પ્રેમ આ કરવાચોથની ઉજવણીને વિશેષ બનાવે છે. રસપ્રદ રીતે પ્રગતિશીલ વાર્તામાં ગેંડાને પતિના સ્વાસ્થ્ય કલ્યાણ માટે ઉપવાસ કરતી જોવા મળે છે

ત્યારે વરુણ પણ તેની પત્ની પ્રત્યે પોતાનો વહાલ દર્શાવવા માટે ગોપનીય રીતે ઉપવાસ રાખતો જોવા મળશે. આવા ઘણા બધા સુંદર દશ્ય છે, જે આ કરવાચોથની ઉજવણીને શોના ચાહકો માટે અવશ્યક જોવા જેવા બનાવે છે.

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં પ્રથમ કરવાચોથ વિશે બોલતાં બિમલેશ તરીકે સપના સિકરવાર કહે છે, “બેની અને બિમલેશનાં લગ્ન માટે દર્શકોમાં ભારે ઉત્સુકતા હતી તે જ રીતે આ યુગલ પણ પ્રથમ કરવાચોથ એકત્ર ઉજવણી કરવા માટે ભારે રોમાંચિત જોવા મળશે.

બિમલેશ પારંપરિક પરિધાનમાં જોવા મળશે અને પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે ત્યારે તે સુંદર દેખાય છે. બિમલેશ- બેની અને હપ્પુ- રાજેશ રીતરસમો કરે છે અને તેમનો દિવસ મોજમસ્તી સાથે પૂરો થાય છ.

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભી તરીકે જોવા મળતી શુભાંગી અત્રે ઉમેરે છે, “અંગૂરી અને તિવારીજી એ વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે કે જો પ્રેમ મજબૂત હોય તો તે બધા પડકારોમાંથી બહાર આવી શકે છે.

યુગલ તેમનાં 10 વર્ષના સંબંધોની તેઓ કેટલી કદર કરે છે તે વિશે ઘેરા વાર્તાલાપમાં પરાવોયું છે ત્યારે યોગાનુયોગ તેમને ચાંદ દેખાય છે અને વિધિ પૂરી કરીને તેઓ ઉપવાસ છોડે છે. આ બહુ જ દઢ અને સુંદર અવસર છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.