Western Times News

Gujarati News

શખ્સે ૨૫ હજાર કિલો જીરું ખરીદીને ના ચૂકવ્યા રૂપિયા

અમદાવાદ, જીરુંના વેપારીએ શહેર ક્રાઈમ બ્રાંચ સમક્ષ ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યો હતો કે, ઉત્તરપ્રદેશના વારાણસીમાં રહેતા એક શખ્સ અને તેના પરિવારના અન્ય બે સભ્યોએ ૨૫મી જૂને ૨૪,૧૨૦ કિલો જીરુંની ખરીદી કર્યા બાદ તેના ૪૦ લાખ રૂપિયા ન ચૂકવીને તેમની સાથે છેતરપિંડી કરી હતી. ૯ સપ્ટેમ્બરથી જીરું ખરીદનારા શખ્સે વેપારીના ફોનનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.

ઓગણજના ગ્રીનવૂડ્‌સમાં રહેતા પ્રતીક ગૌતમે ક્રાઈમ બ્રાંચ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, આરોપી રણજિત કેસરીએ આ વર્ષના એપ્રિલમાં તેમની પાસેથી જીરું ખરીદવા માટે તેના પિતરાઈ ભાઈ અને બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર વિનય ગૌતમનો સંપર્ક કર્યો હતો.

૨૮મી મેના રોજ, પ્રતીક ગૌતમને રણજિત કેસરીને તેમને ૧ હજાર કિલો જીરું મોકલ્યુ હતું. જેના માટે કેસરીએ ગૌતમની કંપનીને ૧.૯૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ગૌતમે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે એક ટ્રકમાં ૪૬ લાખ રૂપિયાની કિંમતનું ૨૪,૧૨૦ કિલો જીરું મોકલ્યું હતું, કારણ કે ૨૫ હજાર કિસો લોડ થઈ શકે તેમ નહોતું. આ માલ કેસરીના પરિવારને ૨૫મી જૂને મળ્યો હતો. ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, કેસરી પરિવારે તેને અગાઉ ૬ લાખ ચૂકવ્યા હતા, પરંતુ આખી રકમ આપી નહોતી.

ગાંધીનગરના સેક્ટર ૨-ડી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય એક વ્યક્તિએ ગુરુવારે સેક્ટર-૭ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે, કેટલાક અજાણયા શખ્સોએ યુપીઆઈ પેમેન્ટ દ્વારા તેમના બેંક ખાતામાંથી ૫૦ હજાર રૂપિયા ઉપાડી હતા. જાે કે, હકીકત તો એ છે કે તેમણે ક્યારેય યુપીઆઈનો ઉપયોગ કર્યો જ નથી. તેમણે તેમ પણ કહ્યું હતું કે, તેમના ખાતામાંથી રૂપિયા કપાયા હોવાનો તેમને કોઈ મેસેજ પણ મળ્યો નથી.

અનિલ વ્યાસ, કે જેઓ ગાંધીનગરના સેક્ટર ૧૬માં આવેલી ખાનગી બેંકમાં અકાઉન્ટ ધરાવે છે, તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે ત્રીજી જુલાઈએ જ્યારે તેઓ રૂપિયા ઉપાડવા માટે એટીએમમાં ગયા ત્યારે તેમણે તેમના ખાતામાં માત્ર ૫,૨૫૦ રૂપિયા હોવાની જાણ થઈ હતી વ્યાસે જણાવ્યું હતું કે, જ્યારે તેમણે બેંક બ્રાંચમાં પૂછપરછ કરી ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, ૧૪ જૂનથી ૨ જુલાઈની વચ્ચે અલગ-અલગ ૧૧ ટ્રાન્ઝેક્શનથી રૂપિયા ઉપડ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, બેંકના કર્મચારીઓએ ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનને લઈને તેમને સંતોષકારક જવાબ આપ્યો નહોતો. તેથી, તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ તેમજ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.