Western Times News

Gujarati News

ભારતના મુસલમાનોની લાગણી પાક. ટીમ સાથે હતી

ઈસ્લામાબાદ, ભારત વિરુદ્ધ ક્રિકેટ વિશ્વ કપમાં પહેલી જીત મળતા જ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ જાણે ખુશીમાં પાગલ થઈ ગયા છે અને આ ગાંડપણમાં તેઓ વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે. ટી૨૦ વર્લ્‌ડ કપના સુપર ૧૨ રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને રવિવારે ટીમ ઈન્ડિયાને ૧૦ વિકેટે હરાવીને ખળભળાટ મચાવી દીધો. પાકિસ્તાનને વર્લ્‌ડ કપમાં પહેલીવાર ભારતને હરાવવામાં સફળતા મળી છે.

જેને લઈને ગૃહમંત્રી શેખ રશીદ ખુશીનોા કારણે જાણે પાગલ થઈ ગયા છે. વિશ્વ કપમાં ભારત વિરુદ્ધ પહેલી જીત પર પાકિસ્તાની ગૃહમંત્રી શેખ રશીદે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો. પોતાના આ મેસેજમાં ભારતીય મુસલમાનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારતના મુસલમાનોની લાગણી પણ પાકિસ્તાન ટીમ સાથે હતી.

રશીદે એક મિનિટ અને ૧૧ સેકન્ડનો વીડિયો અપલોડ કરીને પોતાની ટીમને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે ભારત સહિત દુનિયાભરના મુસ્લિમોની લાગણી પાકિસ્તાની ટીમ સાથે હતી. શેખ રશીદે કહ્યું કે હું પાકિસ્તાનની કોમને જીત પર શુભેચ્છા પાઠવું છું. જે પ્રકારે ટીમે હાર આપી છે તેને સલામ કરુ છું.

આજે પાકિસ્તાને પોતાનો દમ દેખાડ્યો છે. મને અફસોસ છે કે આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ છે જેને હું કોમી જવાબદારીઓના કારણે ગ્રાઉન્ડ પર જઈ જાેઈ શક્યો નહીં. પરંતુ મે તમામ ટ્રાફિકને કહી દીધુ છે કે કન્ટેનર હટાવી દે જેથી કરીને લોકો ઉજવણી કરી શકે.

પાકિસ્તાનની ટીમ અને કોમને આ જીત મુબારક, આજે આપણી ફાઈનલ હતી. હિન્દુસ્તાન સહિત દુનિયાના તમામ મુસલમાનોની લાહગણી પાકિસ્તાની ટીમ સાથે હતી.

ઈસ્લામને ફતેહ મુબારક. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ ભારત પાકિસ્તાનની મેચ જાેવા માટે યુએઈ પહોંચ્યા હતા પરંતુ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમને પાછા બોલાવી લીધા હતા. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે રશીદને પાકિસ્તાનની હાલની સુરક્ષા સ્થિતિઓને પહોંચી વળવા માટે પાછા બોલાવવામાં આવ્યા હતા.

વાત જાણે એમ છે કે પાકિસ્તાનમાં કટ્ટરપંથી સમૂહ તહરીર એ લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી)એ એલાન કર્યું હતું કે તે પોતાના પ્રમુખ હાફિઝ હુસૈન રિઝવીની નજરકેદ વિરુદ્ધ ઈસ્લામાબાદમાં એક મોટી માર્ચ કાઢશે. જેના કારણે શેખ રશીદને પાછા બોલાવવામાં આવ્યા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.