Western Times News

Gujarati News

મ્યુુનિ.શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ દિવાળી શુભેચ્છા કાર્ડ બનાવ્યાં

કાર્ડ વેચાણની રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના વિકાસ માટે થશેઃ લબધીર દેસાઈ

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળામાં અભ્યાસ કરતાં બાળકોની સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તે માટે વિવિધ કાર્યક્રમોના આયોજન થાય છે. દિવાળીના તહેવારોને અનુલક્ષીને મ્યુનિ.ની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૩૩ હજાર કરતાં વધુ દિવાળી શુભેચ્છા કાર્ડ બનાવ્યાં છે.

મ્યુનિ. શાસનધાકારી લબધીર દેસાઈના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં આદ્યસાંસ્કૃતિનો આર્વિવભાવ થાય, જુનો સાંસ્કૃતિક વારસાનું ટ્રાન્સફોર્મેશન થાય તથા શાળામાં વિદ્યાર્થીઓની ફિઝિકલ હાજરી વધે તેમજ રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સર્વાંગીણ વિકાસ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તે માટે ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદની તમામ ૪૪૪ શાળાઓમાં નૂતન વર્ષાભિનંદન, દિવાળી ગ્રીટિંગ્ઝનો સર્જન કરવાનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો.

વિદ્યાર્થીઓએ માત્ર ત્રણ દિવસના સમયગાળામાં ૩૩૨૩૪ જેટલા દિવાળી ગ્રીંટિંગ્ઝ કાર્ડનું નિર્માણ કર્યું. વિદ્યાર્થીઓના આ નવસર્જનનું એક પ્રદર્શન તા.૨૫-૧૦-૨૦૨૧ને સોમવારના રોજ સાજે ૪.૦૦ કલાકે સ્કાઉટ ભવન, પાલડી ખાતે યોજવામાં આવ્યો હતો.

આ પ્રદર્શનને અમદાવાદ મહાનગરના મેયર કીરીટભાઈ પરમાર, પૂર્વ મેયર તથા અમદાવાદ ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ, મ્યુનિ. કોર્પો.ના દંડક અરુણસિંહ રાજપૂત, ટાઉન મ્યુ. સ્કૂલબોર્ડના ચેરમેન ડો. સુજય ભાઈ મહેતા, ઉપસ્થિત રહીને સ્કૂલબોર્ડના વિદ્યાર્થીઓના નવસર્જનને પ્રોત્સાહિત કર્યા હતા.

વિદ્યાર્થીઓમાં રહેલી અદ્‌ભુત શક્તિના સૌએ ખૂબ વખાણ કર્યા હતા. ધો.૬ થી ૮ ના પપ૦૦૦ વિદ્યાર્થીઓએ સાથે મળીને ૩૩૦૦૦ જેટલા કાર્ડનું નિર્માણ કર્યુ. વિદ્યાર્થીઓની કલાનું આ પ્રદર્શન જાહેર જનતા માટે મંગળવાર સાંજે પ વાગ્યા સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. રુપિયા ર૦/- અને રૂપિયા ૧૦/-ની કિંમત લેખે કાર્ડનું વેચાણ પણ કરવામાં આવનાર છે.

આ કાર્ડના વેચાણમાંથી મળેલ રકમ વિદ્યાર્થીઓના વિકાસ માટે જે-તે શાળાને મોકલી આપવામાં આવનાર છે. ન.પ્રા.શિ. સમિતિ, અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિને વિકસાવવા માટે આવનાર દિવસોમાં આ પ્રકારના વિશિષ્ટ કાર્યક્રમો કરવા માટે નકકી કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.