Western Times News

Gujarati News

પોલીસોને પંચ અનુસાર પગાર ચુકવાય છે: બ્રિજેશ ઝા

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે. આઈપીએઅસ બ્રિજેશ ઝા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં ગ્રેડ પે જ નથી. હાલ ૭માં પગાર પંચ અનુસાર પગાર ચુકવવામાં આવે છે. માટે પોલીસ કર્મચારીઓ અને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે પ્રકારની વાત કરવામાં આવી રહી છે કે, અન્ય રાજ્યોમાં વધારે ગ્રેડ પે અપાય છે અને અહીં નથી અપાતા તે અંગે પણ અમને માહિતી મળી છે.

અમે તમામ રાજ્યો પાસે પોલીસને ચુકવવામાં આવતા પગાર અંગેની વિગતો મંગાવી છે. અધિકારીક રીતે તેમની પાસેથી જ્યારે આંકડો આવે ત્યાર બાદ અમે આગળનો ર્નિણય લઇશું. જાે કે પોલીસ ખાતુ તે શિસ્ત સાથે સંકળાયેલું ખાતુ છે.

જાે તેમને કોઇ તકલીફ હોય તો દરેક જિલ્લામાં પોલીસ ફરિયાદ ફોરમ હોય છે. આ ઉપરાંત રજુઆત માટેની એક આખી સિસ્ટમ છે તે અનુસાર રજુઆત કરી શકે. આ પ્રકારનું આંદોલન અને હોબાળો ચલાવી લેવામાં નહી આવે.

પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી તેઓ કોઇ પ્રકારે ગેરમાર્ગે દોરવાય નહી. ગૃહમંત્રીને અમે તમામ બાબતે માહિતગાર કરી દીધા છે. ગુજરાતમાં પોલીસને કઇ રીતે પગાર ચુકવાય છે તે અંગે પણ માહિતી આપી છે.

આ ઉપરાંત પોલીસને શું સવલત મળે છે અને રજા પગારની શું સ્થિતિ છે તે અંગેની જાણ પણ હર્ષ સંઘવીને કરવામાં આવી હતી. પોલીસ સંમેલનમાં પણ તેઓ રજુઆત કરી શકે છે પરંતુ તેમણે શિસ્ત ભંગ કર્યો છે. જેથી આવા તમામ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કઇ રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી.

જાે કે આ તમામ વચ્ચે એક હકારાત્મક બાબત સામે આવી કે, ૧૫ રાજ્યો પાસેથી ગ્રેડ પે અંગેની માહિતી મંગાવવામાં આવી છે. તેનો અભ્યાસ કરીને પોલીસ વિભાગનાં હિતમાં કાર્ય કરવાની બાંહેધરી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે.

હાલ પોલીસ કર્મચારીઓ કોઇ પણ પ્રકારનાં ગેરમાર્ગે દોરવાયા વગર સરકાર અને ઉચ્ચ અધિકારીઓ પર વિશ્વાસ રાખે તે ખુબ જ જરૂરી છે. પોલીસ વિભાગ દ્વારા એવી પણ સુચના આપવામાં આવી છેકે, ગુજરાત પોલીસનું નીચું દેખાડવા અન્ય રાજ્યની સાથે ગુજરાતની ખોટી સરખામણી થઈ રહી છે.

જે અંગે પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી સાતમાં પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જે પ્રમાણે ગેરમાર્ગે દોરી રહેલા તત્વો સામે કાયદાકીય પગલાં લેવાઈ શકે છે… પોલીસ અધિકારીએ અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાત પોલીસને પગાર ઓછો હોવાની વાતને ભ્રામક ગણાવી છે અને સરકાર રાજ્યના પોલીસકર્મીઓને પગાર ભથ્થા સાથે અન્ય સુવિધાઓ આપતી હોવાનું જાહેર કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.