Western Times News

Latest News from Gujarat

ટાટા પાવરે સ્માર્ટ ગ્રિડ ટેકનોલોજીસ અને ઇનોવેશન પર કામ કરવા IIT દિલ્હી સાથે જોડાણ કર્યું

આ એમઓયુ મારફતે બંને સંસ્થાઓ આરએન્ડડીથી લઈને પ્રાયોગિક અને વાણિજ્યિકરણના તબક્કામાં પરિવર્તન કરી શકાય એવા પ્રોજેક્ટની ઓળખ કરશે

વિવિધ પ્રોજેક્ટ ઇવી માળખા, એઆઈ, એમએલ, હાઇડ્રોજન ટેકનોલોજીસ, ઊર્જા સંગ્રહની સિસ્ટમ્સ, મોનિટરિંગ અને સેન્સિંગ સોલ્યુશન્સ, માઇક્રોગ્રિડ્સ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરશે

ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ યુટિલિટીઝ ટાટા પાવર અને દેશની અગ્રણી સંશોધન સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી)એ સ્માર્ટ ગ્રિડ ટેકનોલોજી, ક્લીન એનર્જી સોલ્યુશન્સ જેવા ક્ષેત્રોમાં જોડાણ કરવા સમજૂતીકરાર (એમઓયુ) કર્યા છે. Tata Power collaborates with IIT Delhi to work on Smart grid Technologies- Startups and Innovation

જો આઇઆઇટી દિલ્હી અને ટાટા પાવરમાં વિવિધ ક્ષેત્રોમાં કુશળતા ધરાવતા નિષ્ણાતોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીએ, તો ઊંચી પરિવર્તનકારક અસર ધરાવતા વ્યવસાયોમાંથી એકેડેમિયા, સંશોધન અને ડોમેન નિષઅણાતો વચ્ચે જોડાણની મોટી સંભાવના છે.

બંને સંસ્થાઓ પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ હાથ ધરવા આરએન્ડડી તબક્કામાંથી પરિવર્તન થઈ શકે એવા પ્રોજેક્ટ્સની ઓળખ કરવા સંયુક્તપણે કામ કરવા અને ઇવી માળખાગત સુવિધા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, હાઇડ્રોજન ટેકનોલોજી, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, મોનિટરિંગ અને સેન્સિંગ સોલ્યુશન્સ, માઇક્રોગ્રિડ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં કામગીરી વધારવા સંમત થઈ છે.

આ જોડાણ વિશે આઇઆઇટી દિલ્હીના ડાયરેક્ટર પ્રોફેસર વી રામગોપાલે કહ્યું હતું કે,“દેશમાં અગ્રણી સંશોધન સંસ્થા આઇઆઇટી દિલ્હિને ટાટા પાવર સાથે આ એમઓયુ કરવાની ખુશી છે. મને આશા છે કે, આ જોડાણથી ઊર્જા ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ વિકસશે, જે વીજ ઉત્પાદન અને વિતરણમાં મદદરૂપ પુરવાર થશે.”

ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “ટાટા પાવરમાં અમે વીજ ક્ષેત્રમાં પથપ્રદર્શક અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીઓ વિકસાવવા હંમેશા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમને ઇન્સ્ટિટ્યૂશ ઓફ એમિનન્સ, આઇઆઇટી દિલ્હી સાથે જોડાણ કરવાની ખુશી છે. અમને ખાતરી છે કે, આ જોડાણ દરેક સ્પેસમાં અદ્યતન અમલ કરી શકાય એવી ટેકનોલોજીઓ માટે પથપ્રદર્શક બનશે, જે દેશમાં સ્વચ્છ ઊર્જાની ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફ દોરી જશે.”

છેલ્લાં થોડાં વર્ષોમાં ટાટા પાવરે કંપનીની અંદર એના કર્મચારીઓ માટે વિશિષ્ટ ઊર્જા ઉત્પાદનો, સેવાઓ અને સમાધાનો વિકસાવવા, ડિઝાઇન કરવા અને ડિલિવર કરવા ઇનોવેશન, રચનાત્મક અને ઉદ્યોગસાહસિકતાનું કલ્ચર વિકસાવ્યું છે.

ટાટા પાવર અને આઇઆઇટી-ડીએ એકબીજાની સુવિધામાં વિવિધ ટેકનોલોજીઓ, પ્રયોગશાળાઓ અને માળખાગત સુવિધાઓને પૂરક બને એવા ટાટા પાવર વર્ચ્યુઅલ સેન્ટર ઓફ એક્સલન્સ વિકસાવવાની સંભવિતતા ચકાસવા પણ સંમતિ કરી છે.

આ એમઓયુ અંતર્ગત સ્ટાર્ટઅપ્સ માટે બંને પક્ષો ક્લીન એનર્જી ઇન્ટરનેશનલ ઇન્કયુબેશન સેન્ટર (સીઇઆઇઆઇસી) અને આઇઆઇટી દિલ્હીના સ્ટાર્ટઅપ માળખા સાથે સાથસહકાર દ્વારા સમન્વય પણ સ્થાપિત કરવા ઇચ્છે છે. સીઇઆઇઆઇસીને સોશિયલ આલ્ફા, ટાટા ટ્રસ્ટ્સ તથા બાયોટેકનોલોજી વિભાગ, બીઆઇઆરએસી, ટાટા પાવર અને ટાટા પાવર – દિલ્હી ડિસ્ટ્રિબ્યુશ લિમિટેડનો સપોર્ટ છે.

અત્યાર સુધી ટાટા પાવરે સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં ઓછો ખર્ચ ધરાવતી અને મોટા પાયે અમલ કરી શકાય એવા સમાધાનો વિકસાવવા પોતાના જોડાણ, ઇનોવેશન અને આરએન્ડડી ડિવિઝન મારફતે 100થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી અને સંસ્થાગત પાર્ટનર્સ સાથે જોડાણ કર્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers