Western Times News

Gujarati News

હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા, હરિયાણામાં આ સપ્તાહે ઠંડીમાં થશે વધારો: હવે ઉત્તર-પશ્ચિમી પવન ઠંડીમાં કરશે વધારો

નવીદિલ્હી, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. તો આ તરફ હરિયાણામાં બે દિવસ વરસાદ અને કરા પડવાને કારણે હિસારમાં તાપમાન ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૨ ડિગ્રી નીચું છે.

જ્યારે, અંબાલામાં મહત્તમ તાપમાન ૨૭.૩ ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૩ ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગ મુજબ, ૩૦ ઓકટોબદ સુધીમાં પર્વતો પરથી ફૂણતા ઠંડા પવાનોના કારણે હવે હરિયાણા, પંજાબ સહિત દેશના મેદાનીય વિસ્તારોમાં ઠંડીમાં વધારો થશે.

દિવસનું તાપમાન૨૭-૨૮ ડિગ્રી વચ્ચે રહેશે, જ્યારે રાતના તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ તરફ હિમચલ પ્રદેશમાં હિમવર્ષા થવાને કારણે એનએચ ૦૦૩ મનાલી-લેહ હાઇવે સરચુની આગળથી સંપૂર્ણ પણે બંધ છે, જ્યારે એનએચ ૫૦૫ ગ્રાંફૂ-કાજા હાઇવે કૂજાેમ દર્રા પાસેથી બંધ છે. આ તરફ કિન્નોરમાં પણ ટ્રેકિંગ પર રોક લગાવી દેવામાં આવી છે.

દક્ષિણ-પશ્ચિમી ચોમાસાની સોમવારે દેશભરમાંથી વિદાય લીધી હતી. આ ઈતિહાસમાં ૭ મી વખત ચોમાસાએ સૌથી મોડા વિદાય લીધી છે. ૭માંથી ૫ વખત છેલ્લા એક જ દાયકામાં વિદાય લીધી હતી. સમગ્ર દેશમાથી ચોમાસાની વિદાય લેવાની તારીખ ૧૫ ઓકટોબર છે, પરંતુ દેશના બંને કિનારા પર એક-એક ઓછા દબાણનું ક્ષેત્ર વિકસિત થવાને કારણે ચોમાસુ વધુ રોકાઈ ગયું. હરિયાણામાં ચોમાસાએ ૬ ઓકટોબરે જ વિદાય લઈ લીધી હતી.

ઉત્તરાખંડના ચારધામમાં શ્રદ્ધાળુઓનું આવવાનું ફરીથી શરૂ થઈ ગયું છે. ૨૦ ઓકટોબરથી ફરીને યાત્રા શરૂ થઈ હતી. ચારધામના કપાટ બંધ થવાની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. ૧૪ ઓક્ટોબર સુધીમાં કુલ ૨.૧૫લાખ શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચૂક્યા હતા.

ગંગોત્રી ૫ નવેમ્બર,યમુનોત્રી ૬ નવેમ્બર, કેદારનાથ ૬ નવેમ્બર, બદ્રીનાથ ૨૦ નવેમ્બર,હવામાન વિભાગ મુજબ, આગામી એક સપ્તાહે ઉત્તર ભારતમાં આકાશ સ્પષ્ટ રહેશે, હવામાન ચોખ્ખું રહેશે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી વધુ નીચે ગગડશે. આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ઠંડીમાં વધારો થશે.

હવામાન સ્પષ્ટ થતાની સાથે જ હિમાચલમા લાહોલના રોરિક અને છિક્કા ગામના લોકો હવે હિમવર્ષાની વચ્ચે જ બટકાનો પાક લઈ રહ્યા છે. અહીં પારો ૦ થી ૨ ડિગ્રીએ છે. લોકોને ડર છે કે હિમવર્ષા થવાને કારણે લગભગ ૧૫૦૦ બોરી બટાકાનો પાક ખેતરમાં જ રહી જશે.

બટાકાની ખેતી કરતાં બંને ગામના લોકો દર વર્ષે ૧૨,૦૦૦ બોરીઓ એટલે કે ૬૦૦૦ક્વિન્ટલ બટાકાનું ઉત્પાદન કરે છે. અહીંના બટાકા પંજાબની બે કંપનીઓ દેશભરમાં સપ્લાય કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.