Western Times News

Gujarati News

સેમિફાયનલમાં પહોંચવા ભારતે બધી મેચ જીતવી પડશે

દુબઈ, પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવીને ગ્રુપ-૨માં ટોપ પર પહોંચી ગયું છે. આવામાં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલના ૨ બર્થ માટે કાંટાની ટક્કર થવાની સંભાવના વધી છે. અફઘાનિસ્તાનના સેમિફાઈનલમાં પહોંચવાના ચાન્સ ઓછા દેખાઈ રહ્યા છે પરંતુ તે બાકી ટીમોનું ગણિત બગાડી શકે છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતનો રસ્તો સરળ બનાવ્યો છે.

પરંતુ ભારતે સેમિફાઈનલનો રસ્તો ક્લિયર કરવો હોય તો બાકીની ચારે મેચ જીતવી પડશે. આવો સમજીએ ગ્રુપ-૨માં સેમિફાઈનલનું ગણિત શું કહે છે.. ટુર્નામેન્ટનું ફોર્મેટ ઘણું જ અઘરું છે. એક ગ્રુપમાં ૬ ટીમ છે જેમાંથી ૪ ટીમ બહાર થઈ જશે. સુપર ૧૨માંથી માત્ર ૪ જ ટીમ આગળના રાઉન્ડમાં એટલે કે સેમિફાઈનલ સુધી પહોંચશે.

ભારત ગ્રુપ-૨માં છે અને અહીં તેની ટક્કર પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સિવાય અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ સાથે થશે. દરેક ટીમ પોતાના ગ્રુપમાં ૫ મેચ રમશે. સેમિફાઈનલ બર્થ ફાઈનલ કરવા માટે ૪ મેચ જીતવી જરુરી છે. પાકિસ્તાને પહેલી મેચમાં ભારતને હરાવ્યું છે એટલે હવે ભારત પાસે ૪ મેચ બચી છે. હવે ભારત ૮ અંક નિશ્ચિત કરી લે તો તેની સેમિફાઈનલમાં એન્ટ્રી પાક્કી થઈ જશે. જાેકે, અહીં પહોંચવા માટે ભારતે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમનો કપરો સામનો કરવો પડી શકે છે.

પાકિસ્તાનને ભારત અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ હવે તેનો નબળી ટીમો સામે સામાનો કરવાનો છે. આ કારણે પાકિસ્તાનનું સેમીફાઈલનમાં પહોંચવાનું લગભગ પાક્કુ માનવામાં આવે છે. હવે ટક્કર ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રહેશે અને જે ૮ પોઈન્ટ મેળવવામાં સફળ થશે તેનો ફાઈલનમાં જવાનો રસ્તો ક્લિયર થઈ જશે.

પાકિસ્તાને પોતાની બે મહત્વની મેચોમાં જીત મેળવી લીધી છે, હવે અફઘાનિસ્તાન પાકિસ્તાનને થોડી ટક્કર આપી શકે છે. જાે પાકિસ્તાન પાંચે મેચ જીતી લે તો તે ૧૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહેશે અને તેની સેમિફાઈનલ બર્થ પાક્કી થઈ જશે.

જાે અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવે છે તો વધારે ફરક નહીં પડે. ન્યૂઝીલેન્ડની સ્થિતિ પણ ભારત જેવી જ છે, તેણે પણ સેમિફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારત સામેની અને બાકી ટીમો સામેની ચારેય મેચ જીતવી જરુરી છે.

ન્યૂઝીલેન્ડ સામે વર્લ્‌ડકપમાં ભારત જીતી શક્યું નથી એટલે અહીં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે. આવામાં ભારતનું ન્યૂઝીલેન્ડ સામે જીતવું જરુરી છે, કારણ કે જાે ભારત ન્યૂઝીલેન્ડને હરાવી દે તો તે માત્ર બાકીની ૩ મેચ જીતીને ૬ પોઈન્ટ જ હાંસલ કરી શકશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનનું સેમિફાઈનલમાં જવું લગભગ નિશ્ચિત થઈ જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.