Western Times News

Gujarati News

તપાસ કરો આર્યન કેસ પાછળ કયો મંત્રી છે સામે આવી જશે: ગોસાવી

મુંબઇ, આર્યન ખાન કેસમાં એનસીબીએ સાક્ષી કિરણ ગોસાવીને મહારાષ્ટ્ર પોલીસે પકડી પાડ્યો છે. કિરણ પર ૨૦૧૮માં છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. ધરપકડ પહેલા તેણે સફાઇ આપી હતી.

પોલીસે તેની ધરપકડ કરી તે પહેલા કિરણે એક વીડિયો બનાવ્યો અને તેમાં તેણે કહ્યું કે, નમસ્કાર હું કિરણ ગોસાવી, મારે પ્રભાકર સાઈલ વિશે વાત કરવી છે. પ્રભાકર સાયલ મને અહીં ઉભો રાખ્યો હતો ત્યાં ઉભો રાખ્યો હતો, આટલા પૈસા લીધા, આટલા પૈસા લેવામાં આવ્યા.

સેમ ડિસોઝાની વાત કરી રહ્યો છે. સેમ ડિસોઝા સાથે કોણ વાત કરી રહ્યું હતું? સેમ ડિસોઝા પાસેથી કેટલા પૈસા લેવામાં આવ્યા? પ્રભાકર સાઈલને કઈ ઓફર મળી? પ્રભાકર સેલના ૫ દિવસના મોબાઈલમાંથી તમને આ બધું મળી જશે. હું મીડિયાને અપીલ કરું છું કે પ્રભાકર અને તેના બે ભાઈઓની સીડીઆર રિપોર્ટ, ચેટ્‌સ અને મારી ચેટ્‌સ બહાર કાઢો. પછી જે સત્ય છે તેનો ખુલાસો થઇ જશે.

પોલીસના જણાવ્યા અનુસાર, ૨૦૧૮માં કિરણ ગોસાવી અને શેરબાનો કુરેશીએ પુણેના ચિન્મય દેશમુખ નામના યુવકને મલેશિયામાં નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું હતું, જેના બદલામાં તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પરંતુ ચિન્મયને નોકરી ન મળી. અને હવે આ જ આરોપમાં કિરણ ગોસાવીની ધરપકડ કરવામાં આવી છે.

કિરણ ગોસાવીએ કહ્યું કે મહારાષ્ટ્રના ઓછામાં ઓછા એક મંત્રી કે વિપક્ષના કોઈપણ નેતા મારી સાથે ઊભા રહે. તેઓએ મુંબઈ પોલીસને પ્રભાકર સેલની સીડીઆર અને ચેટ જારી કરવા વિનંતી કરવી જાેઈએ. તેનો રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.