Western Times News

Gujarati News

ICICI બેંકે સેનાના કર્મચારીઓને વિશેષ બેનિફિટ આપવા ભારતીય સેના સાથે MoU રિન્યૂ કર્યા

  • એકમાત્ર બેંક, જે પર્સનલ એક્સિડેન્ટલ વીમો રૂ. 50 લાખનો અને આતંકવાદી સામેની કાર્યવાહીના કેસમાં મૃત્યુ પર વધુ રૂ. 10 લાખ આપે છે
  • ઝીરો બેલેન્સ એકાઉન્ટ, લોકર્સની પસંદગીની ફાળવણી તથા ભારતમાં આઇસીઆઇસીઆઈ બેંક અને નોન-આઇસીઆઇસીઆઈ બેંકના એટીએમ પર અનલિમિટેડ ફ્રી વ્યવહારો સહિત અન્ય અનેક ફાયદા
  • હાલના તમામ ખાતાધારકોને નવા બેનિફિટ મેળવવા ઓટોમેટિક અપગ્રેડ મળશે

મુંબઈઃ ICICI બેંકે તમામ કાર્યરત અને નિવૃત્ત સૈન્ય કર્મચારીઓ માટે એના ‘ડિફેન્સ સેલેરી એકાઉન્ટ’દ્વારા ખાસ તૈયાર કરવા સંવર્ધિત ફાયદા અને નવી ખાસિયતોની સંપૂર્ણ રેન્જ ઓફર કરવા ભારતીય સૈન્ય સાથે એના સમજૂતીકરાર (એમઓયુ)ને રિન્યૂ કર્યા છે. ICICI Bank renews MoU with the Indian Army to offer special benefits to the Army personnel

આ એમઓયુ પર દિલ્હીમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ – મેનપાવર પ્લાનિંગ એન્ડ પર્સનલ સર્વિસીસના યુવાયએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ લેફ્ટનન્ટ જનરલ આર પી કલિટા અને આઇસીઆઇસીઆઈ બેંકના રિજનલ બિઝનેસ હેડ અને ડિફેન્સ ઇકોસિસ્ટમના હેડ શ્રી વિશાલ બત્રાએ હસ્તાક્ષર કર્યા હતા.

આ એમઓયુના ભાગરૂપે બેંક ભારતમાં આઇસીઆઇસીઆઈ બેંક તેમજ નોન-આઇસીઆઇસીઆઈ બેંકના એટીએમ પર અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન્સ, લોકર્સની પસંદગીની ફાળવણી અને ઝીરો બેલેન્સ એકાઉન્ટ જેવા વિવિધ ફાયદાઓ પૂરાં પાડે છે, જેથી સેનાના કર્મચારીઓને અસાધારણ સુવિધા મળે છે.

રિન્યૂ કરેલા બેનિફિટના ભાગરૂપે બેંક સેનાના કર્મચારીઓને વીમાના વિવિધ ફાયદા ઓફર કરે છે. ખાતાધારકોને આતંકવાદી સામેની કાર્યવાહીમાં મૃત્યુ થવાના કેસમાં રૂ. 10 લાખના વીમા સાથે રૂ. 50 લાખનું પર્સનલ એક્સિડન્ટ વીમાકવચ મળશે, જે તમામ બેંકના ‘ડિફેન્સ સેલેરી એકાઉન્ટ’ વચ્ચે સૌથી વધુ છે.

વીમાકવચના ભાગરૂપે અકસ્માતમાં મૃત્યુના કેસમાં બેંક બાળકોના શિક્ષણ માટે મૃતક સૈનિકના બાળકોને રૂ. 5 લાખ પૂરાં પાડે છે અને કન્યા માટે વધુ રૂ. 5 લાખ આપે છે. આ ફાયદા તમામ રેન્કના સૈન્ય કર્મચારીઓને ઉપલબ્ધ છે.

આ નવી ઓફર વિશે આઇસીઆઇસીઆઈ બેંકના રિજનલ બિઝનેસ હેડ અને ડિફેન્સ ઇકોસિસ્ટમના હેડ શ્રી વિશાલ બત્રાએ કહ્યું હતું કે, “અમને ભારતીય સેના સાથે એમઓયુ રિન્ય કરવા તથા વિવિધ બેંકિંગ સેવાઓ અને બેનિફિટ આપવા પર ગર્વ છે, જે સૈનિકોને અમારી શાખાઓ,

એટીએમ અને ડિજિટલ બેંક માધ્યમોના અમારા બહોળા નેટવર્ક મારફતે બેંકિંગની સરળ સુલભતા, રોજિંદા વ્યવસાયોમાં ખાસ સુવિધા અને સુલભતા પ્રદાન કરે છે. ઉપરાંત સૈનિકો અને તેમના પરિવારજનોને સંવર્ધિત વીમાકવચ પ્રદાન કરવા અમે સંવર્ધિત વીમાકવચ પુરું પાડીએ છીએ તેમજ સૈનિકના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડીએ છીએ. અમારું માનવું છે કે, આ નવી સુવિધાઓથી સેવારત અને નિવૃત્તિ સૈનિકોના બહોળા વર્ગ માટે ઉપયોગી પુરવાર થશે.”

બેંકની સૈન્ય દળો પ્રત્યેની કટિબદ્ધતાના ભાગરૂપે આઇસીઆઇસીઆઈ બેંક રિન્યૂ થયેલા એમઓયુના તમામ ફાયદા ઓટોમેટિક રીતે સૈનિકોને આપશે, જેઓ હાલ ‘ડિફેન્સ સેલેરી એકાઉન્ટ’ના ગ્રાહકો છે. હાલના ખાતાધારકોને રિન્યૂ થયેલા એમઓયુનો બેનિફિટ અપગ્રેડ કરવા શાખાની મુલાકાત લેવાની કે પેપરવર્ક પૂર્ણ કરવાની જરૂર નહીં પડે.

બેંક‘ડિફેન્સ સેલેરી એકાઉન્ટ’ના બેનિફિટ મિલિટરી એન્જિનીયરિંગ સર્વિસી (એમઇએસ), બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) અને અન્ય ડિફેન્સ સિવિલયન્સના નિયમિત કર્મચારીઓને પણ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.