Western Times News

Gujarati News

અમદાવાદમાં વધુ એક હત્યા કરાયેલા યુવકનો મૃતદેહ મળ્યો

રિવરફ્રંટ પરથી વહેલી સવારે

રિવરફ્રંટ પરથી ૧ર કલાકમાં જ બે મૃતદેહો મળતાં પોલીસ તંત્રમાં સનસનાટી : માથાના ભાગે હથોડાના ઘા મારી હત્યા કરાયાની આશંકા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાનો સીલસીલો શરૂ થયો છે ગઈકાલે સાંજે શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં રિવરફ્રંટ પરથી અજાણ્યા યુવકની ક્રુરતાપૂર્વક હત્યા કરાયા બાદ સળગાવી ટુકડા કરેલી હાલતમાં મૃતદેહ મળતા શહેરભરનું પોલીસતંત્ર ચોંકી ઉઠયું છે અજાણ્યા યુવકની ઓળખવિધિ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જુદી જુદી ટીમો બનાવી છે આ ઘટનાની હજુ તપાસ ચાલુ છે ત્યાંજ આજે વહેલી સવારે રિવરફ્રંટ પર ટાગોર હોલ નજીકથી વધુ એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં યુવકના માથા પર હથોડાના ઘા મારી હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહયું છે પોલીસે મૃતક યુવકની ઓળખવિધી માટે તપાસ શરૂ કરી છે આમ ૧ર કલાકમાં જ હત્યા કરાયેલા બે મૃતદેહ મળતા ભારે સનસનાટી મચી ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે રાજયભરમાં પ્રવાસીઓ માટે અમદાવાદ શહેરની સાબરમતી નદી પર બનાવવામાં આવેલ રિવરફ્રંટ આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે આ ઉપરાંત રિવરફ્રંટ પર બનાવવામાં આવેલ રસ્તાના કારણે સમગ્ર રિવરફ્રંટ મોડી રાત સુધી ભારે ધમધમતો હોય છે અને મોટી સંખ્યામાં લોકો અહી આવતા હોય છે.

સાબરમતી નદીમાં બે કાંઠે પાણી હોવાથી પ્રારંભમાં આત્મહત્યા કરનારાઓ માટેનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું જેના પગલે સમગ્ર રિવરફ્રંટ પર સિકયુરિટી ગાર્ડ તથા અલાયદા બે પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે અને પોલીસનું પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હોય છે તેમ છતાં અસામાજિક તત્વોનું દુષણ વધવા લાગ્યું છે. પ્રેમી યુગલો પાસેથી પૈસા પડાવવા તથા મારામારીના બનાવો વચ્ચે ગઈકાલ સાંજથી જ સાબરમતી રિવરફ્રંટ ખૂબ જ ચર્ચાસ્પદ બની ગયું છે. ગઈકાલે સાંજે રિવરફ્રંટ પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અજાણ્યાઓએ આ યુવકની ક્રુરતા પૂર્વક હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેના ટુકડા કરી દીધા હતા

મૃતદેહના ટુકડા મળતાં જ પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું હતું અને આ ઘટનાની તપાસ શરૂ કરી હતી પોલીસ હજુ આ ઘટનામાં આગળ વધે તે પહેલાં જ આજે સવારે સાબરમતી રિવરફ્રંટ પર એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. સાબરમતી રિવરફ્રંટ પર ટાગોર હોલની પાછળના ભાગમાં આવેલા ઈવેન્ટ સેન્ટરની સામે આનંદ મેળાની બાજુમાં જ એક યુવાનનો લોહી નીકળતી હાલતમાં મૃતદેહ પડેલો જાવા મળ્યો હતો આ અંગેની જાણ થતાં જ રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.

ઈવેન્ટ સેન્ટરની સામે જ અજાણ્યા શખ્સના માથાના ભાગે ગંભીર ઈજાઓ જાવા મળી હતી પોલીસે આ યુવકના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો વહેલી સવારે યુવકનો મૃતદહ મળ્યો હોવાની ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા મૃતદેહની તપાસ કરતા શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાના ચિહ્‌નો જાવા મળતા હતા યુવકની ઓળખવિધિ માટે તેના કપડાની તલાશી લેવામાં આવી હતી પરંતુ ઓળખ અંગેનો એક પણ પુરાવો મળ્યો ન હતો જેના પગલે પોલીસ ભારે મુંઝવણમાં મુકાઈ છે ૧ર કલાકના ગાળામાં જ રિવરફ્રંટ પરથી બે મૃતદેહો હત્યા કરાયેલી હાલતમાં મળતા જ પોલીસ અધિકારીઓ સતર્ક બન્યા છે અને આ અંગે એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.