Western Times News

Gujarati News

યુવાપેઢીએ દેશના ભવિષ્યને આકાર આપવા માટે આગળ આવવું જોઈએ- કે. સિવન ISRO

કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રીએ આજે અમદાવાદ Ahmedabad ખાતે ‘ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા માટેની સિસ્ટમ (Transforming Indian System) : અવસરો અને પડકારો’ પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

અમદાવાદ,  કેન્દ્રીય ઉત્તર પૂર્વીય ક્ષેત્રીય વિકાસ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ વિભાગના રાજ્યમંત્રી ડો. જીતેન્દ્ર સિંઘે Dr. Jitendra Singh જણાવ્યું કે પાંચ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી Prime Minister શ્રી નરેન્દ્ર મોદીના Narendra Modi નેતૃત્વમાં સ્પેસ ટેકનોલોજી Space technoogy દરેક ઘર સુધી પહોંચી ગઈ છે. તેમણે જણાવ્યું, “આપણા પ્રધાનમંત્રી પાસે કુદરતી રીતે વૈજ્ઞાનિક સ્વભાવ છે.

તેઓ ક્યારેય પણ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવામાં પાછા પડતા નથી અને તેનું ઉદાહરણ છે ચંદ્રયાન મિશન. #Chandrayan તેઓ ચંદ્રયાન લેન્ડિંગના સાક્ષી બનવા માટે ખુદ હાજર રહ્યા હતા.”  કેન્દ્રીય મંત્રી  અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર Space application centre ખાતે આયોજિત ‘ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા માટેની સિસ્ટમ: અવસરો અને પડકારો’ પર રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન સંબોધન કરી રહ્યા હતા.

સામાન્ય લોકો માટે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર આપતા તેમણે જણાવ્યું હતું કે માર્ગ પરિવહન, રેલવે, માનવ રહિત રેલવે ક્રોસિંગ તેમજ મનરેગા અંતર્ગત ચાલતા કાર્યોના જીઓ ટેગિંગ વગેરે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગના કેટલાક ઉદાહરણો છે. તેમણે જણાવ્યું હતું કે ત્રણ-ચાર વર્ષ પહેલા માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતના બનાવો સાંભળવા મળતા હતા. પરંતુ સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી આવા અકસ્માતોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ફંડ યુટીલાઈઝેશન સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી આવા અટવાયેલા રૂ. 7000 કરોડ રૂપિયાના ફંડ યુટીલાઈઝેશન સર્ટિફિકેટ મેળવવામાં સફળતા મળી છે.

ઈસરો અને અવકાશ વિભાગની પ્રશંસા કરતાં ડૉ જિતેન્દ્ર સિંહે કહ્યું કે ઇસરોએ ISRO નિષ્ઠા અને પ્રતિબદ્ધતા દ્વારા એક એવી કાર્ય સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે, જેનું અન્ય વૈજ્ઞાનિક સમુદાયે અનુસરણ કરવું જોઈએ. તેમણે જણાવ્યું, “હું ગર્વ સાથે કહું છું કે ભારત ટૂંક સમયમાં સુપરપાવર બનશે અને તેની શરૂઆત અવકાશ વિભાગથી થશે.”

ઈસરોના ચેરમેન ડોક્ટર કે સિવને જણાવ્યું હતું કે યુવાપેઢીએ દેશના ભવિષ્યને આકાર આપવા માટે આગળ આવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે સિસ્ટમ એન્જિનિયરિંગ કોમ્પલેક્સ સિસ્ટમને પરિભાષિત કરે છે. સિસ્ટમ એન્જિનિયરિંગનો હેતુ સર્વશ્રેષ્ઠ સિસ્ટમ નિર્માણ કરવા પૂરતો મર્યાદિત નથી પરંતુ વ્યાજબી અને હેતુ સિદ્ધ થાય તેવી સિસ્ટમ નિર્માણ કરવાનો છે. તેમણે જણાવ્યું કે સિસ્ટમ એન્જિનિયરિંગ અવકાશ મિશનમાં રહેલા રિસ્કને ઓછું કરે છે.

આ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન ઇન્ડિયન સોસાયટી ઓફ સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (ISSE) અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારંભ દરમિયાન મંત્રીશ્રીએ પરિષદના સોવેનીયરનું વિમોચન કર્યું હતું તથા ISSE પુરસ્કારો પણ એનાયત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.