Western Times News

Gujarati News

પાકિસ્તાનનાં જાસુસ BSF જવાનનો મોબાઈલ ડેટા તપાસ માટે FSLમાં મોકલાયો

પ્રતિકાત્મક

ર૦૧૧માં સામાજીક પ્રસંગમાં POK ગયાનું સામે આવ્યું, બીએસએફએ પણ ખાતાકીય તપાસ શરૂ કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત પાકિસ્તાન બોર્ડર પરથી બે દિવસ અગાઉ મુળ કાશ્મીરના એક બીએસએફ જવાનને જાસુસીના આરોપસર પકડી લેવામાં આવ્યો હતો જેની પુછપરછમાં એટીએસના અધિકારીઓને ચોંકાવનારી માહીતી મળી છે. એટીએસએ પકડાયેલા કોન્સ્ટેબલના મોબાઈલ ફોનનો ડેટા વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો છે.

ગુજરાત એટીએસ છેલ્લા ત્રણ વર્ષથી અગાઉ ત્રિપુરા અને જુલાઈ ર૦ર૧થી ગાંધીધામ ખાતે બીએસએફમાં ફરજ બજાવતા સજ્જાદ મોહમદ ઈમ્તિયાદ ઉપર નજર રાખી રહી હતી. સજ્જાદના પાકિસ્તાન ખાતેના કોન્ટેકટ તથા અન્ય આધારભુત માહીતી પ્રાપ્ત થતાં જ તેની થોડા દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી દરમિયાન ગુરૂવારે બીએસએફ દ્વારા સજ્જાદની ખાતાકીય તપાસ કરવામાં આવી હતી.

ઉપરાંત એટીએસની તપાસમાં સજ્જાદના સંબંધીઓ પીઓકેમાં રહેતા હોઈ તે વર્ષ ર૦૧૧માં ત્યાં સામાજીક પ્રસંગમાં હાજરી આપવા ગયો હોવાનું તેણે કહયું હતું તેની પાસેથી મળી આવેલા બે મોબાઈલ ફોન તથા સીમકાર્ડ હાલમાં વધુ તપાસ માટે એફએસએલને મોકલી આપવામાં આવ્યા છે.

આ ગુનામાં તેના ભાઈ વાજીદ તથા મિત્ર ઈકબાલનું પણ નામ બહાર આવ્યું હતું જેમાં આ બંનેના ખાતામાં બિહાર તથા અન્ય જગ્યાએથી અજાણ્યા ખાતાઓમાંથી રૂપિયા આવ્યા હતા જેથી આગામી દિવસોમાં આ બંનેની પણ તપાસ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સજ્જાદે ઓટીપી આપીને ભારતના મોબાઈલ નંબર ઉપર પાકિસ્તાનમાં વોટસએપ નંબર શરૂ કરાવ્યું હતું જે અંકલખાન નામનો વ્યક્તિ પાકિસ્તાનના ગુજરાનવાલામાં વાપરી રહયો છે. હાલમાં સજજાદ સિવાય ભારતમાં તેની સાથે અન્ય કોઈ જાસુસી તંત્રમાં જાેડાયેલું છે કે કેમ? તેના ભાઈ તથા મિત્રનો રોલ શું હતો એ દિશામાં તપાસ શરૂ કરી છે હાલમાં એટીએસને સજ્જાદના ૬ તારીખ સુધીના રીમાન્ડ મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.