Western Times News

Latest News from Gujarat

ત્રિપુરામાં લઘુમતીઓ સાથે મારપીટ, સંપત્તિની તોડફોડઃ હાઈકોર્ટે માંગ્યો રિપોર્ટ

ગુવાહાટી, પૂર્વોત્તર ભારતના ત્રિપુરા રાજ્યમાં લઘુમતીઓને નિશાન બનાવવા અને તેમની સંપત્તિઓને નુકશાન પહોંચાડવાના સમાચારો બાદ હાઈકોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.

મામલાનુ સંજ્ઞાન લઈને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઈંદ્રજીત મહંતી અને ન્યાયમૂર્તિ સુભાશીષ તલપાત્રાએ ત્રિપુરા સરકારને રાજ્યમાં લઘુમતીઓ સામે હિંસાની ઘટનાઓ અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી સાંપ્રદાયિક પોસ્ટ સામે કાર્યવાહીની વ્યાખ્યા કરવાના નિર્દેશ આપ્યા જેને અધિકારીઓએ ધરમૂળથી ફગાવી દીધા હતા.

હાઈકોર્ટે કહ્યુ છે કે આ વિશે સરકાર ૧૦ નવેમ્બર સુધી વિસ્તૃત રિપોર્ટ જાહેર કરે. હાઈકોર્ટે કહ્યુ, ‘અમે રાજ્યને એવા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મો સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવાના નિર્દેશ આપીએ છીએ જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ પ્રકારના જૂઠ, કાલ્પનિક કે મનઘડંત સમાચારો, ફોટા કે વીડિયોને પ્રચારિત ન કરવામાં આવે.

રાજ્યમાં હિંસા અને તોડફોડની ઘટનાઓ સાથે જાેડાયેલા સમાચારો સાચા છે કે ખોટા…તેને સરકાર ગંભીરતાથી લે. હાઈકોર્ટ આજથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને પણ જવાબદારીથી કાર્ય કરવાનુ આહ્નાન કરે છે. મીડિયાએ પોતાની ગતિવિધિઓના એક હિસ્સા તરીકે સચ્ચાઈને પ્રકાશિત કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ તેનો સાંપ્રદાયિક સૌહાર્દ બગાડ્યા વિના કે જૂઠ ફેલાવવા માટે ઉપયોગ ન થવા દેવો જાેઈએ.

ત્રિપુરા સરકારે એ પણ કહ્યુ હતુ કે, ‘અમારે ત્યાં બહારના અમુક લોકોના ઝુંડે’ સોશિયલ મીડિયા પર એક સળગતી મસ્જિદનો ફેક ફોટો અપલોડ કરીને રાજ્યમાં અશાંતિ ફેલાવવા અને છબી ખરાબ કરવાનુ ષડયંત્ર રચ્યુ હતુ. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી અને ૯ અલગ-અલગ કેસ પણ નોંધવામાં આવ્યા છે.

સૂચના અને સંસ્કૃતિ મંત્રી સુશાંત ચૌધરીએ કહ્યુ કે પોલિસે તપાસમાં જાેયુ કે ઉત્તરી ત્રિપુરા જિલ્લાના પાનીસાગર ઉપ-મંડલમાં સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યા પ્રમાણે કોઈ પણ મસ્જિદ સળગાવવામાં આવી નથી.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers