Western Times News

Gujarati News

ટાઈટલરને સ્થાયી સદસ્ય નામાંકિત કરવાના મુદ્દે વિરોધ

નવી દિલ્હી, જગદીશ ટાઈટલરને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં સ્થાયી સદસ્ય નામાંકિત કરવાને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયુ છે. દિલ્હીથી લઈને પંજાબ સુધી રાજકારણ ગરમાયુ છે. વિરોધી દળોએ કોંગ્રેસ વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો છે. ત્યાં પાર્ટીની અંદર પણ પ્રશ્ન ઉઠવા લાગ્યા છે. પંજાબની વિપક્ષી પાર્ટી શિરોમણિ અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવ્યા છે.

વર્ષ ૧૯૮૪ ના શિખ વિરોધી હુલ્લડના આરોપી જગદીશ ટાઈટલરે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં સ્થાયી સદસ્ય નામાંકિત કરવા જવા એસએડી અને ભાજપે શીખના જખમ પર મીઠુ ભભરાવવા જેવુ ગણાવ્યુ છે. ખુદ પંજાબ કોંગ્રેસના નેતાઓએ પણ જગદીશ ટાઈટલરના મનોનયન પર પ્રશ્ન ઉભા કર્યા છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ પણ આને લઈને પ્રશ્ન ઉભા કરનાર નેતાઓમાં સામેલ છે.

સુનીલ જાખડે કહ્યુ છે કે જગદીશ ટાઈટલરના નામાંકિત પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને વરિષ્ઠ નેતા અંબિકા સોની સાથે ચર્ચા કરવી જાેઈએ. જગદીશ ટાઈટલરની નિયુક્તિ એક સંવેદનશીલ વિષય છે જે પંજાબની રાજનીતિને પ્રભાવિત કરી શકે છે.

ટાઈટલરની નિયુક્તિ એવા સમયમાં કરવામા આવી છે જ્યારે પંજાબના મુખ્યમંત્રી દિલ્હીમાં છે અને અંબિકા સોનીની સાથે જ રાહુલ ગાંધીની સાથે પણ લાંબી બેઠક કરી ચૂક્યા છે. સુનીલ જાખડના નિવેદનનુ સમર્થન કરતા અકાલી દળે તેમના વખાણ કર્યા છે.

અકાલી દળની સાથે જ એ પણ કહેવામાં આવ્યુ છે કે ૧૯૮૪ના હુલ્લડમાં સુનીલ જાખડના પરિવારની ભૂમિકા પણ સંદેહાસ્પદ રહી છે. અકાલી દળના વરિષ્ઠ નેતા ડોક્ટર દલજીત ચીમાએ કહ્યુ કે કોંગ્રેસને જવાબ આપવો જાેઈએ કે ૧૯૮૪ના હુલ્લડના આરોપી જગદીશ ટાઈટલરને મોટી ભૂમિકા આપતા શિખના ઘા પર મીઠુ ભભરાવવામાં આવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.