Western Times News

Gujarati News

ચલોડા ગામે ઓર્થો અને આંખના મફત મેડિકલ કેમ્પનું આયોજન

ધોળકા તાલુકાના ચલોડા ગામે લેઉવા પાટીદાર એનઆરઆઈ મિત્ર મંડળ દ્વારા ઓર્થોપેડિક અને આંખોના મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં અમદાવાદ નિર્ણયનગર ગરનાળા નજીક આવેલી ત્રિશા હોસ્પિટલના ડોક્ટર અલ્પેશભાઈ પટેલ ની ટીમ દ્વારા આ સમગ્ર વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી ત્રીશા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ કે જે રોબોટિક ઘુટણ માટે ખૂબ જ પ્રખ્યાત છે .

આ મફત મેડિકલ કેમ્પ માં બે વિભાગ, ઓર્થો અને આઈ રાખવામાં આવેલ.જેમાં ઓર્થો વિભાગ ના ડોકટરો દ્વારા ગ્રામજનોને તપાસી જેને જરૂર હોય તેવા દર્દીઓને તેમના તરફથી સ્થળ ઉપર જ એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન એક્સ રે મશીન દ્વારા  એક્સ-રે પડાવી નિદાન કરવામાં આવ્યું હતું. 225 વ્યકિતઓ ને ઓર્થો ડોક્ટર દ્વારા તપાસી 48 વ્યક્તિઓ ના સ્થળ ઉપર. એક્સ રે પાડવામાં
આવ્યા હતા.

 

આઈ વિભાગ ના ડોકટરો દ્વારા આંખના નંબર તપાસી બેતાલા ના ચશ્મા 305 વ્યક્તિઓને મફત આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ પધારેલ અને સમગ્ર ટીમ ને શુભેચ્છાઓ આપી હતી.તથા આ મેડિકલ કેમ્પ મા ચલોડા ના બિમલભાઈ પટેલ,ગામના સરપંચ તથા અમદાવાદ થી સંજયભાઈ પટેલ,દિલીપભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પટેલ અને ભગવતભાઈ અમીન

તથા ત્રિશા હોસ્પિટલના ડો અલ્પેશભાઈ પટેલ હાજર રહી વ્યવસ્થા માં મદદ કરી હતી.આ મેડિકલ કેમ્પ માં ચલોડા ના વિનોદ ઠાકોર,સુખદેવ,ઉમેશભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલે સ્વયંસેવક તરીકે ઉત્કૃષ્ઠ સેવા આપી આ મેડિકલ કેમ્પ ને ખૂબ જ સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.