Western Times News

Gujarati News

બાહુબાલી અતીક અહેમદ સહિત તેના ૫ સાગરિતો વિરૂદ્ધ ગુનાઓ દાખલ

પ્રયાગરાજ, પ્રયાગરાજની વિશેષ એમપી એમએલએ કોર્ટે ૨૦૧૬ની ટ્રાયલમાં બાહુબલી પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ૫ સાથીઓ સામે આરોપો ઘડ્યા છે. નૈની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, બાહુબલી અતીક અહેમદ તેના સાગરિતો સાથે શૂઆટ્‌સ યુનિવર્સિટીમાં પ્રવેશ્યા અને ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હંગામો કર્યો.

આ સાથે હથિયારના જાેરે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આટલું જ નહીં, તેના પર યુનિવર્સિટીના સહાયક શિક્ષકને લૂંટીને કેમ્પસમાં અરાજકતા ફેલાવવાનો પણ આરોપ છે.

પ્રયાગરાજની વિશેષ એમપી એમએલએ કોર્ટે ફુલપુરના પૂર્વ સાંસદ બાહુબલી અતીક અહેમદ તેમજ સિરાજ, નીલુ ઉર્ફે મોહમ્મદ રશીદ, બલમ ઉર્ફે અખ્તર, નસીમ અહેમદ અને મોહમ્મદ ફૈઝ સામે અનેક કલમો હેઠળ આરોપો ઘડ્યા છે.

૧૪ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ, નૈની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે આરોપીઓ સામે આરોપો નોંધ્યા છે. વિશેર્ષના ન્યાયાધીશ આલોક કુમાર શ્રીવાસ્તવે તમામ આરોપીઓ સામે કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૪૨૭ અને ૭ ઝ્રન્ એક્ટ હેઠળ આરોપો ઘડ્યા છે.૨૦૧૭માં જેલમાં બંધ થયા બાદથી અતીક અહેમદની મુશ્કેલીઓ વધી ગઈ હતી

ડિસેમ્બર ૨૦૧૬માં પ્રયાગરાજના નૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શુઆટ્‌સ યુનિવર્સિટીમાં હંગામાનો મામલો સામે આવ્યા બાદ અતીક અહેમદ જેલમાં ગયો હતો. આ કેસમાં જેલમાં ગયા બાદ ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તન થયું હતું અને ત્યારથી અતીક અહેમદ જેલમાં છે.

સત્તા પરિવર્તનની સાથે જ પોલીસ પ્રશાસને અતીક અહેમદ પર સકંજાે કસ્યો હતો, ત્યારબાદ અતીક અહેમદના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ, જે ઘણા કેસોમાં વોન્ટેડ છે, તેની પણ પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે. ત્યારબાદ પોલીસ અને સીબીઆઈ લખનઉના વેપારીનું અપહરણ અને ધમકી આપવાના આરોપી અતીક અહેમદના મોટા પુત્ર ઉમરને પણ શોધી રહી છે.

તાજેતરમાં, એઆઇએમઆઇએમમાં જાેડાયા પછી, પોલીસે અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભા દરમિયાન ભડકાઉ ભાષણ કરવા બદલ અતીક અહેમદના નાના પુત્ર અલી વિરુદ્ધ કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.