Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે 71મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે-ભારતમાં રેલવેના ઉદભવની સમૃદ્ધ અને ઐતિહાસિક યાત્રાનું તહેવાર

71મા સ્થાપના દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવેની મુખ્ય કચેરીચર્ચગેટને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી

પશ્ચિમ રેલ્વેએ 5 નવેમ્બર, 2021 ના રોજ તેની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ કરીને તેના 71મા વર્ષમાં પ્રવેશ કર્યો છે  તેની નમ્ર શરૂઆત, પછી પશ્ચિમ રેલ્વેએ રાષ્ટ્રની સેવામાં તેની 70 વર્ષની યાત્રામાં ઘણા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી આલોક કંસલે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના કામ માટે સમર્પણ અને પશ્ચિમ રેલવે દ્વારા કરેલ સિદ્ધિઓ બદલ અભિનંદન આપવામાં આવ્યું

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઈન્ડિયા રેલ્વે કંપની (બીબી એન્ડ સીઆઈ ) ની 1855 માં રચના કરવામાં આવી હતી, જેની શરૂઆત ગુજરાત રાજ્યમાં પશ્ચિમ કિનારે અંકલેશ્વર થી ઉત્રાણ સુધી 29 મીલ બ્રોડ ગેજ ટ્રેક ના બાંધકામ સાથે પ્રારંભ થયો હતો

અને તેનું મુખ્ય મથક સુરતમાં હતું. તે જ વર્ષે 21 નવેમ્બર, 1855 ના રોજ કંપનીએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સાથે સુરતથી વડોદરા અને અમદાવાદ સુધી એક રેલ્વે લાઇન બનાવવા માટે એક કરાર કરવામાં આવ્યો આ સાથે સાથે પશ્ચિમ બંદરે ગુજરાતમાં કપાસની પુષ્કળ ખેતી નો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે  ઉત્રાણ (સુરતની ઉત્તર ) થી સમકાલીન બોમ્બે સુધી એક લાઈન શરૂ  કરવા માટે બીજા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આવતા વર્ષે લાઇન પર કામ શરૂ થયું. અને ઉત્રાણથી બોમ્બેના ગ્રાન્ટ રોડ સ્ટેશન સુધીની લાઇનને સત્તાવાર રીતે 28 નવેમ્બર 1864એ  ખોલવામાં આવ્યું   જેના દ્વારા મુંબઈમાં વેસ્ટર્ન લાઇન શરૂ કરવામાં આવી હતી.

શ્રી ઠાકુરે જણાવ્યું કે, બોમ્બે શહેર સુધી અને તેની અંદર બીબી એન્ડ સીઆઈની લોકલ લાઈનની વાસ્તવિક સ્થાપના પ્રક્રિયા અને ટર્મિનસની ઓળખ,ખાસ કરીને દક્ષિણમાં ગ્રાન્ટ રોડ પર પ્રથમ ટર્મિનસ, એક જટિલ મુદ્દો હતો  જોકે પશ્ચિમ લાઈનની પ્રથમ ટ્રેનનું ઉદ્ઘાટન ગ્રાન્ટ રોડ સ્ટેશન સુધી હતું.

પરંતુ આ ટર્મિનસ એટલી મોટી વસ્તીને પૂરતા પ્રમાણમાં સેવા આપી શકે તેવું નહોતું જે આગળ દક્ષિણ ભાગમાં ફોર્ટ અથવા કોલાબાની છાવણી તેની નજીક સ્થાયી થયેલ હાથી. તેથી ફોર્ટ વિસ્તારના પશ્ચિમ ભાગની બહાર અને પશ્ચિમ ખાડીની સાથે બૈક-બે સુધી આ લાઇન લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.

આ સ્ટેશન પાછળથી ચર્ચગેટ તરીકે ઓળખવામાં આવ્યું કારણ કે તે કિલ્લાવાળા શહેરના જૂના ચર્ચના દરવાજાની નજીક હતું – એ જ દરવાજો જે સેન્ટ થોમસ ચર્ચમાં પ્રવેશ માટે હતું આ ચર્ચ પાછળથી કૈથેડ્રલ તરીકે જાણીતું બન્યું. પશ્ચિમ રેલવે મુંબઈ શહેરની સાથે વિકસિત થયો છે અને મુંબઈ શહેરનો વિકાસ પશ્ચિમ રેલવેની સાથે થયો છે અને આમ આ બંને એક બીજાના વિકાસના પર્યાય બની      ગયા.

આકર્ષક રોશનીથી ઝળહતા પોરબંદર અને દ્વારકાના ઐતિહાસિક સ્ટેશનોં અને દ્વારકાના સ્ટેશન પર હેરિટેજ લોકોમોટિવ ના દ્રશ્યો.

તેના વર્તમાન સ્વરૂપમાં, પશ્ચિમ રેલવેની સ્થાપના 5 નવેમ્બર 1951ના રોજ તેના અગ્રદૂત, તત્કાલીન બોમ્બે બરોડા અને સેન્ટ્રલ ઇન્ડિયા  રેલવે કંપની (બીબી અને સીઆઈ) ના અન્ય રાજ્યો રેલવે જેવા સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુર સાથે વિલીનીકરણ કરીને અસ્તિત્વમાં આવ્યું.

પશ્ચિમ રેલવેનું વર્તમાન અધિકારક્ષેત્ર છ વિભાગો  એટલે કે તે મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ સુધી વિસ્તરે છે. 3જી માર્ચ, 1961ના રોજ પશ્ચિમ રેલવેએ શહેરમાં મુસાફરોની વધતી માંગને કારણે 9 કોચવાળી ઉપનગરીય ટ્રેનોની  શરૂઆત કરી.

1972 માં, પશ્ચિમ રેલવેએ ભારતીય રેલ્વે નેટવર્કની સૌથી મહત્વપૂર્ણ અને સૌથી વ્યસ્ત લાઇનોમાંનું એક તેનું આઇકોનિક મુંબઈ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરી . વિશ્વની પ્રથમ મહિલા વિશેષ, ટ્રેન પ્રથમ 15-કાર ઉપનગરીય ટ્રેન અને ભારતમાં પ્રથમ સંપૂર્ણ એરકંડિશન  ઉપનગરીય ટ્રેનની શરૂઆતથી લઈને તેણે વિવિધ ક્ષેત્રો જેમકે સંચાલન,

સલામતી અને અદ્યતન ટેકનોલોજીને અપનાવતા કેટલાક ઘણી પ્રથમ કમાણી  કરતા તેમના પ્રવાસ દરમિયાન એક પછી એક માઈલસ્ટોન સ્થાપ્યા છે 1850 ના દાયકામાં બ્રિટીશ સમયગાળામાં તેના જન્મ પછી પશ્ચિમ રેલવેએ તેની લાંબી મુસાફરીમાં વારંવાર તેની શ્રેષ્ઠતા સાબિત કરી છે. 70 વર્ષથી વધુ તેની ઐતિહાસિક યાત્રામાં હાલમાં, પશ્ચિમ રેલ્વે હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક  ભાગોમાં બ્રોડગેજ, મીટરગેજ અને નેરોગેજ સેક્શનમાં જોડીને 6542.37 કિલોમીટરનું વિસ્તૃત રેલ્વે નેટવર્ક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.