Western Times News

Gujarati News

જેસલમેરમાં કાર ઊંડી ખીણમાં પડતાં પાંચનાં મોત

રાજ્યના મુખ્યપ્રધાને શોક વ્યક્ત કર્યો, કારમાં સવાર પાંચ લોકો જેસલમેરથી તનોટ માતાના મંદિર જતા હતા

જેસલમેર,  રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક મોટો કાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા છે. બનાવની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતકના પરિવારજનોને જાણ કર્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. Five killed after driver loses control of speeding car in Rajasthan’s Jaisalmer Ramgadh

તે જ સમયે, સીએમ અશોક ગેહલોતે ટિ્‌વટ કરીને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ અશોક ગેહલોતે ટિ્‌વટ કરીને કહ્યું- ‘જેસલમેરના રામગઢ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં ૫ લોકોના મોત અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે, ભગવાન આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ આપે અને દિવંગતોની આત્માને શાંતિ આપે.

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે સવારે એક ઝડપી કાર જઈ રહી હતી. કારની સ્પીડ ૧૦૦થી ઉપર હોવી હશે. ત્યારે કાર અચાનક કાબુ બહાર જઈને પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી ખાઈને રોડની નજીક ૧૫૦ ફૂટ ઉંડી ખાઈમાં પડી હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર લોકો મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. આ અંગે પોલીસ સબ ઈન્સ્પેક્ટર જેઠારામે જણાવ્યું કે કારમાં સવાર પાંચ લોકો જેસલમેરથી તનોટ માતાના મંદિર જઈ રહ્યા હતા.

રસ્તામાં કાર બેકાબૂ થઈ ગઈ અને રોડથી ૧૫૦ ફૂટ નીચે ખાડામાં પડી ગઈ. જેના કારણે કારમાં સવાર પાંચેય લોકોના મોત થયા હતા. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જેઠારામે જણાવ્યું કે મૃતકોની ઓળખ શ્રીગંગાનગરના રહેવાસી અરિજીત ઉર્ફે મનીષ (૨૪), અન્દુ (૨૪), વર્ષિકા (૨૬), વિશાલ (૩૨), રિંકુ (૨૮) તરીકે થઈ છે.

તેમણે કહ્યું કે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રામગઢ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. સંબંધીઓને જાણ કરવામાં આવી છે, તેમના આવ્યા પછી જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.