Western Times News

Gujarati News

હિટમેન તરીકે જાણીતા રોહિતે નામીબિયા વિરુદ્ધ બે ખાસ રેકોર્ડ બનાવ્યા

દુબઇ, ભારતીય ઓપનર રોહિત શર્માએ ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈતિહાસ રચતા મોટી સિદ્ધિ મેળવી છે. રોહિત ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૩૦૦૦ કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો ત્રીજાે બેટ્‌સમેન બન્યો છે. રોહિતે ટી ૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧માં નામીબિયા સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. રોહિત ૩૦૦૦ અથવા વધુ ટી ૨૦ રન બનાવનાર વિશ્વનો ત્રીજાે અને ભારતમાં બીજાે બેટ્‌સમેન બન્યો છે.

રોહિત પહેલા વિરાટ કોહલીએ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેન્સ ક્રિકેટમાં ૩૦૦૦ કે તેથી વધુ રન બનાવ્યા છે. તેના સિવાય ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલ બીજાે બેટ્‌સમેન છે, જે ૩૦૦૦ કે તેથી વધુ રન બનાવનારા બેટ્‌સમેનોની યાદીમાં સામેલ છે.

રોહિત પહેલા વિરાટ કોહલીએ ૯૫ મેચમાં ૩૨૨૭ રન બનાવ્યા છે. આમાં તેના નામે ૨૯ અડધી સદી છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલનાં નામે ૧૦૭ મેચમાં ૩૧૧૫ રન છે. ગુપ્ટિલનાં નામે ૧૮ અડધી સદી અને બે સદી છે, જ્યારે રોહિતનાં નામે ચાર સદી અને ૨૩ અડધી સદી છે. ભારતે હવે ૧૭ નવેમ્બરથી ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સાથે ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ રમવાની છે અને રોહિત તે સીરીઝમાં ટીમનો નવો કેપ્ટન બની શકે છે.

આ સિવાય રોહિત શર્માએ આ મેચમાં ભાગીદારીનો વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ ૫૦ કે તેથી વધુ રનની ભાગીદારીનાં પોતાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. તેણે કેએલ રાહુલ સાથે ૧૧મી વખત પચાસ કે તેથી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા આ રેકોર્ડ માત્ર શિખર ધવન અને રોહિત શર્માની જાેડીનાં નામે જ નોંધાયેલો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.