Western Times News

Gujarati News

યુવતી પર દિવાળીના બે દિવસ પહેલાં દુષ્કર્મ થયું

Files Photo

વડોદરા, વડોદરાની યુવતીએ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. દિવાળીના દિવસે ટ્રેનમાં યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે આ યુવતી પર દિવાળીના બે દિવસ પહેલા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે.

યુવતીએ પોતે ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ આચર્યાની વાતનો ઉલ્લેખ પોતાની ડાયરીમાં કર્યો છે. ૧૯ વર્ષીય યુવતી વડોદરાની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને સાથે એક સામાજિક સંસ્થામાં ફરજ બજાવતી હતી. દિવાળીના દિવસે તેણે તેની માતાને જણાવ્યું હતું કે, સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે જવાનું છે અને એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવાનું કહ્યું હતું.

આ બાદ બીજા દિવસે માનસીનો મૃતદેહ ગુજરાત ક્વીન ટ્રેનના ડી – ૧૨ નંબરના કોચમાં મળી આવ્યો હતો. ટ્રેનમાં સામાન મૂકવાની જગ્યાએ યુવતીએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાત ક્વીન ગાડી મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી.

ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે સફાઈ કામદારો ચઢ્યા હતા. તેમની નજર ગળે ફાંસો ખાધેલી યુવતી પર પડી હતી. સફાઈ કામદારો દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આત્મહત્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ત્યારે પોલીસ તપાસમાં યુવતીની ડાયરી મળી આવી છે. જેમાં તેણે પાના ભરીને પોતાની સાથે થયેલા દુષ્કર્મની આપવીતી લખી છે. તેણે ડાયરીમાં લખ્યુ કે, એક એનજીઓમાં કામ કરતી યુવતીએ વલસાડ હતી અને ઓફિસથી કામ પૂરું કર્યા બાદ ઘરે પર ફરતી હતી ત્યારે યુવતીને રીક્ષાચાલક ૨ યુવકો અપહરણ કરીને વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટયૂટ મેદાનમાં લઈ ગયા હતા.

યુવતીની ડાયરી મળ્યા બાદ રેલવે પોલીસ અને ગોત્રી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે વેક્સિન ઇન્સ્ટિટયૂટ મેદાન અને યુવતીની ઓફિસ પર જઈ તપાસ કરી. આ યુવતી અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી અને તે પહેલા નંબરે પાસ પણ થઈ હતી.

એટલું જ નહીં, તે જે સંસ્થા માટે કામ કરતી હતી, ત્યાં આત્મહત્યાની કોશિશ કરનાર લોકો અને વિદ્યાર્થીઓને ખોટા પગલાં ન ભરવા માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મેડિકલ રિપોર્ટની રાહ જાેવામાં આવી રહી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ યુવતી પર દુષ્કર્મ આચર્યું છે કે નહિ તે હકીકત સામે આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.