Western Times News

Gujarati News

દુષ્કર્મનો ભોગ બનનારના CCTV ફૂટેજ સામે આવ્યા

પ્રતિકાત્મક

વડોદરા, યુવતીએ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કરવાના કેસમાં આજે વધુ એક મહત્ત્વપૂર્ણ સામાચાર મળી રહ્યા છે. દિવાળીના દિવસે ટ્રેનમાં યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે આ યુવતી પર દિવાળીના બે દિવસ પહેલા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો.

યુવતીએ પોતે ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ આચર્યાની વાતનો ઉલ્લેખ પોતાની ડાયરીમાં કર્યો હતો. આ યુવતીના આપઘાત પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવતી સુરત રેલવે સ્ટેશન બહાર અને અંદર યુવતી નજરે પડી રહી છે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ પર યુવતી દેખાઈ ગઈ હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. હવે યુવતી સુરત કોણે મળવા ગઈ હતી?, કેમ ગઈ હતી? તેની તપાસ શરૂ કરી છે.

સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ પર યુવતીના સીસીટીવી મળ્યા છે, તેમાં ગુલાબી રંગના થેલા સાથે દેખાય છે. સુરતના રેલવે સ્ટેશન પર યુવતી ૧૦.૦૩ વાગ્યાના સમયે દેખાય છે. જેમાં એક વાત સામે આવી રહી છે.

આ યુવતીનો કોઈ યુવક પીછો કરી રહ્યો હોય તેવું દ્રશ્યમાં જાેવા મળી રહ્યું છે. યુવતીના કાનમાં હેડફોન જેવું કંઈ હોવાનું તથા ખભા પર થેલો અને સ્પોર્ટસ પ્રકારના બૂટ સાથે યુવતીની ચાલ પણ સામાન્ય છે.ઘરેથી મરોલી જવાનું કહીને યુવતી શા માટે સુરત આવી અને સુરત રેલવે સ્ટેશનથી ક્યાં ગઈ

અને ક્યારે ગઈ તે તમામ બાબતે પોલીસની ટીમો વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતી પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો ડાયરીના આધારે બહાર આવી છે.

ઘટના સ્થળે વેકસીન ગ્રાઉન્ડ ખાતે પોલીસની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, રેલવે પોલીસ, ડોગ સ્કોડ, એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટના સ્થળેથી પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ-એફએસએલ જાેડાઈ

નવસારીની યુવતીની ટ્રેનમાં આપઘાત કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. વડોદરાના રેલવે ડ્ઢૈંય્ અને રેલવે જીઁ વેક્સીન ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ પણ વેક્સીન ગ્રાઉન્ડ પહોચી છે.જ્યાં તેમણે ઘટનાસ્થળની તપાસ કરીને પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરી હતી.

એટલું જ નહિં હાલ વડોદરા શહેર પોલીસ, રેલવે પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિત ૨૫ ટીમો તપાસમાં લાગી છે.. ગુજરાત ઉપરાંત અન્ય ચારથી પાંચ રાજ્યોમાં પણ પોલીસની ટીમો તપાસ કરી રહી છેપ આખરે યુવતી પર દુષ્કર્મ થયો હતો કે, કેમ? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તો પોલીસે પ્રત્યક્ષદર્શી બસ ડ્રાઇવરને પણ તપાસમાં સાથે રાખ્યો હતો. ડ્રાઇવરે આપેલા નિવેદન અનુસાર, તેણે યુવતીને અર્ધનગ્ન હાલતમાં ઉભેલી જાેઈ હતી.એક માલધારી કાકા સાથે મળીને ડ્રાઇવરે યુવતીના કપડાં શોધી તેની મદદ કરી હતી.એટલું જ નહિં ડ્રાઇવરે એવો પણ દાવો કર્યો છે કે,

તેના જ મોબાઈલમાંથી યુવતીની બહેનપણીને ફોન કરીને તેને બોલાવી હતી. છતાં યુવતીની બહેનપણી અને સંસ્થાએ ઘટનાને ગંભીરતાથી ન લીધી, તેવો દાવો પણ ડ્રાઇવરે કર્યો છે. મૃતક યુવતી માત્ર ૧૮ વર્ષની હતી અને વડોદરામાં કામ કરતી હતી. યુવતી સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. વડોદરા રેલવે SP પરીક્ષિતા રાઠોડનું કહેવું છે કે, તપાસ દરમિયાન અમને યુવતીની ડાયરી મળી છે જેમાં દુષ્કર્મનો ઉલ્લેખ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.